Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

રાણા કંડોરણાના કોયાણામાં તીનપતી જુગાર રમતા ૪ શખ્સો ૧૦ હજાર રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા., ૧૯: રાણાવાવના રાણા કંડોરણાની કોયાણા ગામે તીનપતી જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે ૧૦ હજાર રોકડ સાથે પકડી પાડયા હતા.

પોરબંદર જીલ્લામાં દારૂ-જુગારની બદીને સદંતર નાબુદ કરવા માટે પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહીલ દ્વારા મળેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મીત ગોહીલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. બી.એસ.ઝાલાની રાહબરી હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના હેડ કોન્સ્ટેબલ સી.ટી.પટેલ તથા કોન્સ્ટેબલ હિમાન્શુભાઇ વાલાભાઇ, ઉદયભાઇ કેશુભાઇ વરૂ, કાનાભાઇ રામભાઇ, પરબતભાઇ લખમણભાઇ વગેરે સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ સંજયભાઇ તથા ઉદયભાઇને મળેલ બાતમી આધારે રાણા કંડોરણાના કોયાણા ગામે મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ખીમા નાથાભાઇ, ટેલા ફોગાભાઇ, દિલીપ લીલાભાઇ અને રૈયા રૂડાભાઇને રોકડ રકમ ૧૦,ર૮૦ સાથે પકડીને રાણાવાવ પો.સ્ટે.માં ગુન્હો રજી. કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ  છે.

(11:38 am IST)