Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

લોકમાનસમાં કોવિડ-૧૯ ભય મોન્સૂન સમયે દૂર થઇ ચૂકયો હશે ?

હાલ બંગાળ અને ઓડિસીમાં સુપર સાયકલોન બનેલા અમ્ફાન વાવાઝોડાનો ભય લોકકમાનસમાં છવાયો હોઇ ત્યાં કોવિડ-૧૯નો ભય સાઇડ લાઇન થવા પામ્યો છે

વાંકાનેર, તા. ૧૯ : બંગાળની ખાડીથી ઉદ્ભવેલ અમ્ફાન વાવાઝોડુ હવે વર્ષો બાદ બંગાળ અને ઓડીસા રાજયો માટે સુપર સાયકલોનનું જોખમી સ્વરૂપ પકડી રહ્યું છે. આવું જોખમી સુપર સાયકલોન આ રાજયોમાં વર્ષો બાદ ત્રાટકી રહ્યું છે. વેધર સાઇટસમાં અમ્ફાનનો સંભવિત રૂટ જોતા દેશના મધ્ય અને પશ્ચિમી ગુજરાત સહિતના રાજયોમાં આ વાવાઝોડું કંઇ નુકશાન નહીં પહોંચાડી શકે.

અમ્ફાન સાયકલોન અંગે આઇએમડીની સતત ગાઇડ લાઇન્સ, દિશા નિર્દેશોના પ્રભાવી પ્રસારણોની સ્થિતિ જોતા આ પ્રભાવિત રાજયોના નાગરિકોના લોકમાનસમાં અમ્ફાન વાવાઝોડાનો ભય વધુ પ્રભાવિ સ્વરૂપે છવાયો હોઇ અહીં કોવિડ-૧૯નો ભય હાલ સાઇડલાઇન થયેલો જોવા મળી રહ્યો છે.

કેરળમાં મોન્સૂન એકિટવિટીઝને બાદ કરતા દેશના અન્ય રાજયોમાં હજુ ચોમાસુ, આજથી ખરા સ્વરૂપે અમલી બનેલા લોકડાઉન ૪.૦ નો સમય ગાળો પુર થવા સુધી શરૂ થયું નહીં હોય.

લોકમાનસમાં કોવિડ-૧૯ વાયરસનો જે ભય નકારાત્મક સ્વરૂપે વધુ છવાયેલો જોવા મળે છે તે ભય સંવભતઃ દેશમાં ચોમાસુ સક્રિયરૂપે એકિટવ થયા બાદ સાઇડ લાઇન અર્થાત હળવો થઇ જવાની પુરી સંભાવનાઓ રહે છે. ઉપરાંત કોરોના સંક્રમણ ગરમ અને ઠંડા બન્ને વાતાવરણમાં અડચણ વિના વધુ આક્રમક રહે છે તેવા તારણો તો વાસ્તવિક સ્વરૂપે જોવા પણ મળી ચુકયા છે પરંતુ વરસાદી માહોલમાં કોરોના વાયરસનો ફેલાવવાનો પ્રભાવ આવોજ આક્રમક રહે છે કે કેમ? તે હજુ સ્પષ્ટ ન હોઇ; એવી આશા રાખી શકાય ખરી કે પખવાડીયા બાદ કોરોના વાયરસનો પ્રભાવ દેશમાં ચોમાસા દરમ્યાન ઘટી શકે છે.

(CYCLONE AMPHAN) અમ્ફાન વાવાઝોડુ હાલ સુપર સાયકલોન બનેલુ હોઇ, ગુજરાત તો તેની અસરથી મુકત રહેશે પણ આ સાયકલોન ના વર્તુળાકાર પરીઘની આંશિક અસર સ્વરૂપે ગુજરાતમાં આછા વાદળો છવાય અથવા ગરમીનું સ્વરૂપ વધુ આકરૂ અનુભવાય તેવી સંભાવનાઓ રહે છે.વાવાઝોડાના શમન બાદ તેનાથી પ્રભાવિત રાજયોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં મૃત્યુનો આંક કેટલો ઘટેલો જોવા મળે છે તે વિષ્લેશણ રસપ્રદ બની રહેવાનું છે. 

(11:38 am IST)