Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ઉના નવાબંદર કાંઠે ગેરકાયદે રેતી ભરેલા ૪ ટ્રેકટરો સાથે ૪ શખ્સો ઝડપાયા

ઉના તા. ૧૯ :.. નવાબંદર મરીન પોલીસે દરીયા કિનારેથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ૪ ટ્રેકટર, ટ્રોલી, ૧ લોડર સહિત ર૦  લાખથી વધુ મુદામાલ કબ્જે કર્યો ૧૬ ટન રેતી મળી આવી હતી અને ૪ શખ્સોન પકડીને ગુન્હા નોંધ્યા છે.

મરીન પોલીસના પીએસઆઇ કે. વી. પરમાર, હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ બી. મોરી, સરમણભાઇ, છેલણાભાઇ પ્રદીપસિંહ રાયજાદા, અજીતસિંહ બારડે ટીમે દરીયા કિનારે ચેક કરતા ૪ ટ્રેકટર અને ટ્રોલીમાં અંદાજીત ૧૬ દરીયાની રેતી તથા એક લોડર મળી રૂ. ર૦ લાખથી વધુનો મુદામાલ પકડી પાડીને સાથે અલ્પેશ રાણા સોલંકી રે. ઝાંખરવાડા, વિપુલ કાનજી સોલંકી રે. ખજુદ્રા, અક્ષય મનુભાઇ સોલંકી (દેલવાડા), ભીખા વશરામ સોલંકી રે. વાંસોજ વાળાની અટક કરી ખાણખનીજ વિભાગ ત્થા આર. ટી. ઓ.ને જાણ કરી હતી.

(11:37 am IST)