Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ઉપલેટામાં ભાજપ દ્વારા વડાપ્રધાને જાહેર કરેલ ૨૦ લાખ કરોડના પેકેજને આવકારતા આગેવાનો

ઉપલેટા,તા.૧૯: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેને પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રાણીબેન ચંદ્રવાડીયા,ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા,કારોબારી ચેરમેન જયશ્રીબેન સોજીત્રા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા, વાઈસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા,શહેર ભાજપ પ્રમુખ રમણીકભાઈ ઠુંમર,શહેર ભાજપ મહામંત્રી પરાગભાઈ શાહ, જીગ્નેશ ડેર સહિત ભાજપના તમામ સુધરાઈ સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહી. આજરોજ સ્થાનિક પત્રકારોને જણાવવામાં આવેલ કે આ રાહત પેકેજથી બે મહિના જેટલો સમયથી કોરોનાની મહામારીના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે નાના મોટા ઉદ્યોગો વેપારીઓની દુકાનો તેમજ શ્રમજીવી મધ્યમ વર્ગના લોકો મજૂરોની હાલત આ લોકડાઉનના કારણે પોતાના ધંધા-રોજગાર બંધઙ્ગ હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા ૨૦ લાખ કરોડના પેકેજથી અર્થતંત્રમાં નવા પ્રાણ ફુકાશે અને આવનારા ભવિષ્ય માટે આ રાહત પેકેજના કારણે નાના મોટા દરેક ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાથી અર્થતંત્ર આગામી દિવસોમાં આત્મનિર્ભર બનશે તેવી આશા ઉપલેટા ભાજપના આગેવાનો દ્વારા રાહત પેકેજથી વ્યકત કરવામાં આવી છે.

(11:37 am IST)