Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ધોરાજી : કસ્તુરી હવે ખેડૂતોને રડાવે છે

ધોરાજી : ડુંગળીનું વાવેતર ધોરાજી જામકંડોરણા સહિતના વિસ્તારોમાં થયેલ પણ ખેડુતોને પડયા માથે પાટુ નિકાસ થતી નથી. અને ભાવ મળતો નથી.   ડુંગળી  ફેકવાનો વારો આ અંગે  ખેડૂતને પુછતા ખેડૂતે જણાવેલ કે અત્યારની સ્થીતીમાં ડુંગળીનું બીયારણ ૧ કિલોના ૧પ૦૦ રૂ. બીયારણ વાવવાનો ખર્ચ ૩પ૦૦ એક વિઘાયએ પ૦૦૦ ખાતરના અને દવા ૧૦૦૦ નીંદામણનો ખર્ચ ૬૦૦૦ એક વીઘા ડુંગળી ઉપાડવાના કાપવાના અને ભેગી કરવાના ૧પ એક કોથળાના અને બાદમાં ડુંગળી યાર્ડ વેચવા જવાના વાહન ખેડુતને અત્યારે ડુંગળી ર૦ કિલોના ૬૦ થી ૮૦ માં વેચાય છે. આવી સ્થીતીમાં ખેડૂતો પાયમાલ થઇ ગયા આ અંગે સરકાર દ્વારા ડુંગળી ટેકાના ભાવે ખરીદી કરવા અને ડુંગળીની તાત્કાલીક નિકાસ ચાલુ કરવા અને તાત્કાલીક માલ વાહક ટ્રેનો ચાલુ કરવી અને ડુંગળીના વેગનો રાહત દરે ફાળવે તો ખેડૂતો બચશે. બાકી કસ્તુરી હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છ. (અહવાલ - તસ્વીર ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(11:35 am IST)