Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

મોરબીથી ૧૬૦૦ શ્રમિકો ટ્રેઇન દ્વારા વતન રવાના

મોરબીઃ ટ્રેન મારફતે બિહારના શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન મોરબીથી રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનમાં શ્રમિકોના હેલ્થ ચેકઅપ અને સોશ્યિલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરી ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા.  ટ્રેનમાં શ્રમિકોને ટ્રેનના લાંબા સફર દરમિયાન ખાવા-પીવાની કોઇ મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખીને શ્રમિકોને પીવાનું પાણી અને ફૂડ પેકેટ પણ આપવામાં આવેલ. મોરબી રેલવે સ્ટેશનેથી બિહારના દાનાપુર જવા સવારે ૧૧ વાગ્યે ઉપડેલ ટ્રેનમાં ૧૬૪૯ શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા હતા.  શ્રમિકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શ્રમિક દીઢ બે પાણીની બોટલ અને એક ફૂડ પેકેટ અર્પણ કર્યા હતા. આ વેળાએ મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલે પણ શ્રમિકોને પોતાના હસ્તે ફૂડપેકેટ અને પાણી આપીને સેવા કરતાં સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો. જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતન પી. જોશી, પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, મામલતદારશ્રી (સીટી) રૂપાપરા, મામલતદારશ્રી (ગ્રામ્ય) ડી.જે. જાડેજા, સીરામીક એસો.ના હોદ્દેદારો સહિતનાની હાજરીમાં આ ટ્રેન રવાના કરાઈ હતી. તે તસવીર.

(11:34 am IST)