Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

મોરબી જીલ્લામાં પત્રકારો સહિતના ૨૪૧ સેમ્પલના રીપોર્ટ નેગેટીવઃ ૨ સેમ્પલ રીજેકટ

મોરબી,તા.૧૯:  જીલ્લામાં પુલ સેમ્પલીંગ સંદર્ભે રૂટીન સ્ક્રીનીંગમાં ગઈકાલે કુલ ૨૪૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૨ સેમ્પલ રીજેકટ થયા છે જયારે બાકીના ૨૪૧ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

મોરબી જીલ્લામાં રૂટીન સ્ક્રીનીંગ અંતર્ગત રવિવારે મોરબી સિવિલ, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયા સહિતના સરકારી હોસ્પિટલ અને સીએચસી સેન્ટર ખાતેથી કુલ ૨૪૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં મોરબી જીલ્લાના ૨૦ જેટલા પત્રકારોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યા છે ગઈકાલે લેવાયેલા ૨૪૩ પૈકી ૨ સેમ્પલ રીજેકટ થયા છે જયારે પત્રકારો સહિતના બાકીના ૨૪૧ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

(11:31 am IST)