Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના વધુ ૫ કેસ

રતનપરમાં -૨, સાયલાનાં ગુંદિયાવાડામાં -૧, નડાળામાં ૨ વ્યકિત ઝપટેઃ જીલ્લામાં કુલ ૧૦ કેસ

વઢવાણ,તા.૧૯: સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ કેસ નોંધાયા હતા જે પૈકી રતનપર વિસ્તારમાં બે, સાયલા તાલુકાના ગુંદિયા વાડામાં એક તથા નડાળા ગામમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાયા હતા.

આ તમામ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પુના, અમદાવાદ અને મુંબઇની હોવાનું જાણવા મળતા તમામને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ દર્દીઓનાં નામ અરુણભાઈ વસંતરાય, ઇન્દ્રપ્રસ્થ, રતનપર (ઉં.૩૭), ગોવિંદ હનુમંતરાવ દેશપાંડે, ઇન્દ્રપ્રસ્થા રતનપર (ઉ. ૫૦), પ્રવીણભાઈ પુંજાભાઈ ગુંદયા વાડા, તા. સાયલા (ઉ.૮૦), પ્રવીણભાઈ ધોળકિયા અને ધનજીભાઈ ધોળકિયા (મુંબઇ) નડાલા, સાયલા હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લામાં અને શહેરમાં બીજા રાજયમાંથી અને બિજા જિલ્લામાંથી સુરેન્દ્રનગર જિ લામાં આવેલા લોકોને કોરોના વાયરસના ૫ નવા પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી જેમાં સુરેન્દ્રનગર શહેરમાં કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ નોંધાયા જેમાં સુરેન્દ્રનગર શહેરની રતનપર વિસ્તારની ઇન્દ્રપ્રથ સોસાયટીમાં પુનાથી આવેલી ( ૧ ).રમણભાઈ વસંતરાય ઉંમર ૩૭ વર્ષ અને (૨) ગોવિંદભાઈ હનુમંત રાવ દેશપાંડે ઉંમર ૫૦ વર્ષ પુનાથી આવેલ તેમજ જિલ્લાના સાયલા તાલુકામાં ત્રણ કેસ નોંધાયા હતા જેમાં (૧) ગુંદીયાવડા ગામમાં પ્રવીણભાઈ પુંજાભાઈ ઉંમર ૫૦ વર્ષ જે અમદાવાદથી આવેલા (૨) નડાળા ગામમાં પ્રવિણભાઈ ધોડકીયા અને (૩) ધનજીભાઈ ધોળકીયા જેઓ બંને વ્યકિત મુંબઈથી આવેલા સહિતના બહારથી આવેલા ૧૫ વ્યકિત તેમાં સુરેન્દ્રનગર શહેરમાં રતનપર વિસ્તારની ઇન્દ્રપ્રથ સોસાયટીમાં પુનાથી આવેલા બે વ્યકિત અને સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા તાલુકામાં બહારથી ત્રણ વ્યકિતઓ આવતા આરોગ્ય વિભાગે જિલ્લામાં થી ૫ વ્યકિતઓના કો રોના વાયરસના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા આજે રાત્રે આ પાંચેય વ્યકિતઓના પોઝીટીવ રિપોર્ટ આવતા સુરેન્દ્રનગર શહેરની કોર્ટ ૧૯ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગમાં અને વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના ટોટલ ૧૦ કેસ નોંધાતા જિલ્લાવાસીઓમાં ચિંતામાં વધારો થયો હતો અને ભયનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

(11:31 am IST)