Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

લોકડાઉનના નિયમોના પાલન સાથે

મોરબી સેનેટરીવેર્સ એસો.ના પ્રમુખના પુત્રના સાદાઇથી લગ્ન

કોરોના લોકડાઉન વચ્ચે તંત્રની મંજુરી મેળવીને મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિમાં નિયમોના પાલન સાથે શુભ લગ્ન યોજાય રહ્યા છે જેમાં આજે મોરબી સેનેટરી વેર્સ એસો પ્રમુખના એકના એક પુત્રના શુભ લગ્ન સંપન્ન થયા હતા.

મોરબી અગ્રણી ઉદ્યોગપતિ કિરીટભાઈ ઓગણજા હાલ સેનેટરી વેર્સ એસો પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન કરી રહ્યા છે અને કોરોના લોકડાઉન અમલી બન્યા બાદ સરકારે મંજુરી આપતા પરપ્રાંતીય શ્રમિકોને વતન પરત મોકલવા અન્ય પ્રમુખો સાથે કિરીટભાઈ પણ સતત જહેમત ઉઠાવીને શ્રમિકોને વતન પરત મોકલવા સતત કાર્યરત છે દરમિયાન તેના પુત્રના શુભ લગ્ન યોજાયા હતા.

કોરોના મહામારીને પગલે તંત્ર માત્ર ૨૦ લોકોની ઉપસ્થિતિ અને સોશ્યલ ડીસટન્સ સહિતના નિયમોના પાલન સાથે લગ્નને મંજુરી આપે છે. જેમાં કિરીટભાઈ પટેલના પુત્ર સાવનના શુભ લગ્ન શનાળા નિવાસી મહેશભાઈ પાડલીયાની દીકરી જયોતિ સાથે યોજાયા હતા. લોકડાઉન નિયમોના ચુસ્ત પાલન સાથે કિરીટભાઈના એકના એક પુત્રના લગ્ન સાદગીથી યોજાયા હતા.

(11:30 am IST)