Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ભેસાણ ટાઉનમાં સંક્રમણ અટકાવવા તંત્ર કટીબધ્ધઃ લોકોને જાગૃત કરતા PSI ચૌધરી

જૂનાગઢ,તા.૧૯: જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.કે.ચૌધરીની નિમણૂક કરી, કોરોના વાયરસ  બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે કોરોના પોઝિટિવ કેસો આવતા, ર્ંભેસાણ ટાઉનને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરી, સંક્રમણ આગળ ના વધે અને લોકોમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા જહેમત ઉઠાવવામાં આવેલ છે....ં

નવ નિયુકત પીએસઆઇ ડી.કે.ચૌધરી દ્વારા આપણું ગામ, નિરોગી ગામ ના હેડિંગ સાથે પેમ્પ્લેટ છપાવી, દરેક ગામમાં જાગૃતિ લાવવા નવતર પ્રયોગ આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. આ પેમ્પ્લેટમાં ગામડાના લોકોને કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા શુ શુ કરવું..? શુ શુ તકેદારી રાખવી..? કેવા કેવા પગલાઓ લેવા...? સહિતના આશરે ૧૫ જેટલા મુદ્દાઓ છાપી, લોકોની જાગૃતિ માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. આ પેમ્પ્લેટમાં જૂનાગઢ પોલીસ દ્વારા ગામલોકોને (૧) માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નિકળવું સજા પાત્ર ગુનો છે. (૨) જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ કે શાકભાજી લેવા જતી વખતે સોશીયલ  ડીસ્ટન્સ (૬ ફુટ દુર)નું પાલન કરીએ. (૩) દિવસ દરમ્યાન વારંવાર સાબુથી હાથ ધોવાનો આગ્રહ રાખો. (૪) સાર્વજનિક સ્થળોએ થુંકવું એ સજા પાત્ર ગુનો છે. (૫) બાળકો,વ્રુધ્ધો અને બિમાર માણસોને બિનજરૂરી બહાર ન નિકળવું. (૬) કોઈપણ વસ્તુની લેતી-દેતી કર્યા બાદ અવશ્ય હાથ સેનેટાઈઝ કરીએ. (૭) કોઈ વ્યકિત સાથે હાથ મિલાવવાના બદલે ર્ંદુરથી 'નમસ્તે'ર્ં કહેવાનો આગ્રહ રાખીએ. (૮) રોગ પ્રતિકારક શકિત જળવાઈ રહે તેવો સાત્વિક અને સમતોલ આહાર લેવાનો આગ્રહ રાખો. (૯) બિન જરૂરી ઘરની બહાર નિકળી, અજાણતામાં તમે તમારા પરીવારને મુશ્કેલીમાં મુકી શકો છો..!!! જેથી 'ઘરમાં રહો, સુરક્ષિત રહો.' (૧૦) તમારી આજુબાજુ કે ગામમાં કોઈ નિઃસહાય માણસ જણાઈ તો, તેને મદદરૂપ થઈ ખરા અર્થમાં માનવધર્મ નિભાવીએ. (૧૧)ખેતીનું કામ કરતા સમયે બે ગજ (છ ફુટ)નું અંતર અવશ્ય રાખવું. વગેરે સમજ આપવામાં આવે છે.

ઉપરાંત, ભેસાણ પોલીસ સ્ટેશન (૦૨૮૭૩) ૨૫૩૪૩૩ તેમજ ભેસાણ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ., ડી.કે. ચૌધરી ૯૪૦૮૯ ૨૧૬૧૫ ના નંબરો આપી, કોરોના વાયરસ સંબંધી કોઈ જાણકારી હોય તો, અપીલ કરી છે.

ઉપરાંત, ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.કે.ચૌધરી દ્વારા ભેસાણ તાલુકાના તમામ ગામોના સરપંચશ્રીઓ સાથે વોટ્સ એપ ગ્રુપ બનાવી, તમામ હકીકતથી વાકેફ રહી, હાલના કોરોના મહામારીના સંજોગોમાં લોકોને તત્કાલિક મદદ મળી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

(11:29 am IST)