Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જામનગરની બાળાએ પીએમ કેર્સ ફંડમાં રૂ.૧૧ હજારનું અનુદાન આપ્યું

જામનગર તા.૧૯ : જામનગરની એક માસુમ બાળાએ પીએમ કેર્સ ફંડમાં ડોનેશનનો ચેક સંસદ સભ્ય પૂનમબેન માડમને ઉત્સાહભેર અર્પણ કરી સૌ માટે પ્રેરણા અને ઉદાહરણ પુરૂ પાડયુ છે. જામનગરની સેન્ટ આન્સ સ્કુલની વિદ્યાર્થીની હરીશા મકવાણાએ પરિવારની પ્રેરણા અને પ્રોત્સાહનથી પ્રેરાઇ ઉત્સાહ સાથે પોતાની બચતમાંથી રૂપિયા ૧૦૦૦૦ અને તેણીની નાનાજી તરફથી રૂપિયા ૧૦૦૦ મળી કુલ ૧૧૦૦૦ રૂપિયાનો ચેક પીએમ કેર્સ ફંડ માટે સંસદસભ્ય પૂનમબેન માડમને અર્પણ કર્યો તે વખતે હરીશાએ તેના શબ્દોમાં જણાવેલ કે હાલ કોરોનાની મહામારી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફંડ માટે અપીલ કરી છે ત્યારે હું મારૂ બચતના રૂ.૧૦૦૦૦ અને નાનાજી તરફથી મળેલ રૂ.૧૦૦૦ એટલે રૂ.૧૧૦૦૦ એક નાની રકમના દાનનો ચેક સંસદસભ્ય પૂનમબેન માડમને અર્પણ કરૂ છુ.

આ તકે બાળાએ ઉમેર્યુ હતુ કે, જાન હે તો જહાન હૈ, સ્ટે હોમ સ્ટે સેફ. આ તકે સંસદસભ્ય પૂનમબેને હરીશા મકવાણાને અદમ્ય ઉત્સાહ બદલ બિરદાવી અભિનંદન પાઠવીને તેણીનો આભાર માન્યો હતો.

(11:27 am IST)