Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

પોરબંદરના માણેક ચોકમાં હોલસેલ પાન-મસાલાની દુકાનોમાં સવારથી લાઇનો : બજર ખરીદવા બહેનો ઉમટી પડી

પોરબંદર તા. ૧૯: સરકાર દ્વારાપાન-મસાલાની દુકાનો ખોલવાની છુટ અપાતા માણેક ચોક વિસ્તારમાં પાન મસાલા તમાકુની હોલસેલ  દુકાનોમાં પાન તમાકુના  ધંધાથીઓની  સવારથી લાંબી લાઇન લાગી ગઇ હતી. બજર ખાનાર મહિલા વર્ગ પણ માણેક ચોકમાં જર ખરીદવા  ઉમટી પડી હતી. માણેક ચોક ઉપરાંત રાણીબાગ અને એમ.જી. રોડ ઉપર આવેલ પાન મસાલા  અને તમાકુની દુકાનોમાં લાઇનો જોવા મળી હતી. માણેક ચોકમાં પાન મસાલા તમાકુ ખરીદવા લોકો એકઠા થઇ જતાં પોલીસ આવેલ અને લોકોને વ્યવસ્થિત લાઇન કરાવી હતી. કેટલીક જગ્યાએ ભીડને લીધે દુકાનો બંધ કરાવવા પોલીસે સુચના આપી હતી.

(11:25 am IST)