Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જુનાગઢમાં અલગ-અલગ એપાર્ટમેન્ટનાં ૧૯ જેટલા બાઇકમાંથી ૩૩ લીટર પેટ્રોલની ચોરી

લોકોએ એક શખ્સને પકડી પાડયો, બે નાસી ગયા

જુનાગઢ તા. ૧૯ :.. જુનાગઢમાં લોકડાઉન વચ્ચે પણ તસ્કરોએ તેમની પ્રવૃતિ ચાલુ રાખીને અલગ-અલગ એપાર્ટમેન્ટનાં પાર્કીંગમાં રહેલા ૧૯ જેટલા બાઇકમાંથી ૩૩ લીટર પેટ્રોલની બે શખ્સોએ ચોરી કરી હતી.

જો કે લોકોએ એક ઇસમને પકડી પળ્યો હતો. બીજા બે શખ્સો નાસી જવામાં સફળ રહયો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢનાં જોશીપરા વિસ્તારમાં આવેલ ચિત્રલોક-બે સોસાયટીમાં આવેલ અલગ-અલગ એપાર્ટમેન્ટનાં પાર્કીંગમાં સવારનાં ભાગ ત્રણ શખ્સો ખાબકયા હતાં.

કોઇને ગંધ ન આવ તે રીતે આ શખ્સોએ ૧૯ જેટલા મોટર સાયકલમાંથી રૂ. ૧૮ર૦ ની કિંમતના ૩૩ લીટર પેટ્રોલની અને સાયકલ તેમજ પાણીની બે ઇલેકટ્રીક મોટર સહિત કુલ રૂ. ૬પર૦ ના મુદામાલની ચોરી  કરીન નાસી જવા લાગ્યા હતાં.

પરંતુ સ્થાનીક રહીશોને જાણ થતાં એકત્ર થઇને જૂનાગઢમાં નવી કલેકટર કચેરી પાસ રહેતો સબીર સુલેમાન હાલા (ઉ.૧૯) ને પીછો કરીને પકડી લીધો હતો.

જયારે અન્ય બે શખ્સો નાસી ગયા હતાં.

આ અંગે આશિષભાઇ વિઠલભાઇ કણસાગરાએ જાણ કરતા બી ડીવીઝન પોલીસે  દોડી તેમની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ એએસઆઇ એન. એ. પટોળીયા ચલાવી રહ્યા છે.

(11:24 am IST)