Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

સોમનાથ મંદિર કોરોના લોકડાઉનના દર્શનાર્થી માટે દર્શન બંધને બે માસ પૂર્ણ !!

સોમનાથ દાદાના ડીઝીટલ પ્લેટફોર્મથી ૩ કરોડ દેશ-વિશ્વના ભાવિકોએ ઘરબેઠા દર્શન કર્યાઃ ભારતના સુપ્રસિદ્ધ ગાયકો-ગુજરાતના ખ્યાતનામ લોકગીત કલાકારો-રાજયના પૂર્વ મુખ્યમંત્રી- મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો ટ્રસ્ટમાં ઓનલાઇન પૂજા નોંધાવી વીડીયો કોલીંગથી E સંકલ્પ કરાવી દર્શન-પૂજા અર્ચનથી ધન્ય બન્યાઃ લંડનના ભકત અમિતા પટેલ હોય કે કેનેડા સહિત વિશ્વના અનેક દેશો ડીઝીટલ પ્લેટફોર્મથી દર્શન-પૂજન કરી શિવમય બન્યા

પ્રભાસ-પાટ તા.૧૯ : સમગ્ર વિશ્વ કોરોના મહામારીને કારણે લોકડાઉન જડબેસલાક જડાયું છે અને સમગ્ર દેશના ધાર્મિક સ્થાનો યાત્રિકો માટે પ્રવેશ બંધ છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પણ ૧૯ માર્ચની સંધ્યા આરતી બાદ દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પ્રવેશ બંધ છે.

મંદિરમાં માત્ર પૂજા અને આરતી નિયત સ્ટાફ દ્વારા કરાય છે.

સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજ્યસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર ભકતો ભગવાન સાથે જોડાઇ શકે તે માટે ટ્રસ્ટ તરફથી શોશીયલ મીડીયા માધ્યથી અનેકવિધ સુવિધાઓ ઉભી કરાઇ છે.ત્રણ વખતની આરતીનું દરરોજ પ્રસારણ વોટ્સએપ, ડીઝીટલ પ્લેટફોર્મથી લાઇવ પ્રસારણ થાય છે જેનો લોકડાઉન પીરીયડમાં ત્રણ કરોડથી વધુ ભાવિકોએ લાભ લીધો છે.

તાજેતરમાં  જ દેશનું કદાચ પ્રથમ અને રાજયોમાં પ્રથમ સોમનાથ ટ્રસ્ટે ગુગલ ડયુસોઝ મારફતે ઓન લાઇન વીડીયો કોલીંગ E પુજા શરૂ કરી છે જેમાં ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ વીડીયો કોલીંગથી E સંકલ્પ કરાવાય છે. જેમાં સવારે ૮ થી સાંજના ૬ સુધી આ સંકલ્પ પૂજા કરાવાય છે. જેમાં દરરોજ રપ થી ૩૦ ભકતો અત્યાર સુધી લાભ લઇ ચુકેલ છે.

જેનો પ્રારંભ ટ્રસ્ટના અધ્યક્ષ-પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે તેમના ગાંધીનગર નિવાસસ્થાનેથી કર્યો ત્યાર બાદ જુદા-જુદા દિવસોએ રાજયના મૂખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઇ ઓઝા, ભારતના સુપ્રસિદ્ધ ગાયકો કૈલાસખેર, ગાયક જીજ્ઞેસ કવિરાજ, ગાયીકા ગીતા રબારી, ગાયક મનહર ઉધાસ તેમજ લંડનના અમિતા પટેલ અને કેનેડા સહિતના દેશોનો લોકોએ આ સીસ્ટમથી પૂજા સંકલ્પ-દર્શન-પૂજા અર્ચન કરાવ્યા છે.

એટલું જ નહીં E સંકલ્પ ઓન લાઇન વીડીયો કોલીંગ પ્રથાને એટલો પ્રતિસાદ મળ્યો છે કે હાલ જે એકજ ભકતની એટે સમય સંકલ્પ કરાવી શકાય છે. તેમાં કેમેરાનો બીજો સેટ ગોઠવવા પ્રપ્તનશીલ છીએ જેથી ભકતોનું વેઇટીંગ લીસ્ટ અટકે અને એકી સાથે મંદિરમાં બે ભકતોને અલગ-અલગ કેમેરાથી સંકલ્પ કરાવી તેઓની મનોરથ પુરૂ કરી શકાયે.

કઇ રીતે આ વિધીમાં  જોડાઇ શકાય

વિજયસિંહ ચાવડા-જનરલ મેનેજર-સોમનાથ ટ્રસ્ટ કહે છે  ટ્રસ્ટની વેબસાઇટ Somnath.org ઉપર ઓનલાઇન વીડીયો કોલ પુજાવિધીની માહિતી ઉપલબ્ધ છે અને તે માન્ય થતાં પૂજાવિધિ સંકલ્પ કરાવનાર ભકતને પોતાને ઘેરે પવિત્ર જળલોટો-ચમચી અને પોતાનો વીડીયો મોબાઇલ  અગાઉથી તૈયાર રહેવા સુચના અપાય છે અને વોટ્સઅપ વીડીયો રીસીવ થાય કે તુરત તે રીસીવ કરે એટલે સોમનાથ જયોર્તિલીંગ-પૂજા વિધિ સંકલ્પ પૂજારી મંત્રોચ્ચાર સાથે સંકલ્પ કરાવે છે જે પાંચતી સાત મીનીટ હોય છે અને શિવભકતો પોતાને ઘેરે પોતાના મોબાઇલમાં રેકોર્ડીંગ પણ કરી પુણ્ય સ્મૃતિ જાળવી શકે છે.

(9:40 am IST)