Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

કચ્છમાં આજે વધુ ૩ દર્દીઓ પોઝિટિવ : ત્રણેય દર્દીઓ બહારથી આવેલા

(ભુજ) કચ્છમાં સતત બીજે દિવસે પણ કોરોનાએ હાજરી પુરાવી છે. આજે એક નાના બાળક,બે મહિલા સાથે ૩ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.  જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે આજે વરસામેડી, નવાગામ, બુઢારમોરાના ત્રણ દર્દીઓનો કોરાના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો છે. આ દર્દીઓમાં વરસામેડી (અંજાર)ની ૨૭ વર્ષની મહિલા, બુઢારમોરા (અંજાર)નો ત્રણ વર્ષનો બાળક અને નવાગામ (ભચાઉ)ની ૧૯ વર્ષની યુવતીનો સમાવેશ થાય છે. આજના ત્રણે દર્દીઓ પણ બહારથી કચ્છમાં આવ્યા હોવાનું ડીડીઓ પ્રભવ જોશીએ જણાવ્યું છે.

(6:14 pm IST)