Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ઝડપી લેવાયો

ભોગ બનનાર સગીરા પરિવારને સોપાઈ

              મોરબી:  મોરબી પંથકમાંથી ગત વર્ષે એક શખ્શ સગીરાનું અપહરણ કરી ગયો હોય અને પરપ્રાંતીય શખ્શ મોરબી આવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે તેને દબોચી લેવાયો છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારની રહેવાસી સગીરાનું ગત તા. ૨૯-૦૮-૨૦૧૮ ના રોજ ઓરિસ્સાનો રહેવાસી માનસપાત્ર ગંગારામપાત્ર નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હોય જે મામલે સગીરાના પરિવારની ફરિયાદને આધારે પોલીસ તપાસ ચલાવી રહી હોય દરમિયાન સગીરાનું અપહરણ કરનાર ઓરિસ્સાનો શખ્શ મોરબી આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી જેને પગલે માનવ તસ્કરી સ્કવોડ અને બી ડીવીઝન ટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી લેવાયો છે તેમજ ભોગ બનનાર સગીરાને તેના વાલીને સોપવામાં આવી છે સગીરા અપહરણ અંગે વધુ તપાસ માનવ તસ્કરી સ્કવોડના એચ એન રાઠોડ ચલાવી રહ્યા છે 

(11:10 am IST)