Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

નવાબંદરના મફતનગરમાં જાહેરમાં વીજલાઇટના અજવાળે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

ગંજીપાના,મોબાઈલ સહીત 68 હજારથી વધુનો મુદામાલ જપ્ત

નવાબંદરના મફતનગરમાં જાહેરમાં રાત્રીના વીજલાઇટના અજવાળે જુગાર રમતા છ લોકો ઝડપાયા છે એલ.સી.બી. સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે રાજેન્દ્રસિંહ સરવૈયાને બાતમી મળેલ કે નવાબંદર મફતનગર વિસ્તારમાં કનુભાઇ કોળીના મકાનની બાજુમા જાહેર જગ્યામાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે

  આ બાતામીવાળી જગ્યા ઉપર પંચ સાથે રેઇડ કરતા છ શખ્શો જાહેરમાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળામાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવ્યા હતા જેમાં જીતુભાઇ ભુપતભાઇ ગોહિલ (ઉ.વ.૨૭,)રાકેશભાઇ રમેશભાઇ રાઠોડ  (ઉ.વ.૨૮) હરેશભાઇ અશોકભાઇ મેર (ઉ.વ.૨૧) સુરેશભાઇ ઓધાભાઇ વિસાવડીયા (ઉ.વ.૩૧) વિજયભાઇ ઠાકરશીભાઇ મેર (ઉ.વ.૩૦) અશોકભાઇ ભુપતભાઇ ખશીયા (ઉ.વ.૩૪ )જાહેરમાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીતનો તીનપત્તીનો જુગાર રમી-રમાડતા મળી આવતા ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦ રોકડ રૂ.૪૬,૨૦૦ મોબાઇલ નંગ-૮ કિ.રૂ.૨૨,૦૦૦ મળી કુલ રૂ.૬૮,૨૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

(10:31 pm IST)