Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

કંડલા એરપોર્ટ ૪૩.૭, અમરેલી ૪૩.૪, રાજકોટ ૪૩.૦ ડિગ્રી તાપમાન

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતો તાપ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે આજે રાજયમા કચ્છના કંડલા એરપોર્ટ ઉપર સૌથી વધુ ૪૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

જયારે અમરેલીમા ૪૩.૪, રાજકોટમાં ૪૩.૪ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર ૪૨.૮, ગાંધીનગર ૪૨.૫, અમદાવાદ ૪૨.૪, ઇડર ૪૨.૨, ભુજ ૪૧.૬, ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

જયારે ડીસામા ૪૧.૧, ન્યુ કંડલા ૩૮.૪, મહુવા ૩૬.૪, દિવ ૩૫.૦ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ છે.

(7:32 pm IST)