Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

જામનગરમાં જમવાનું બીલ માંગતા મદ્રાસી ઉપર છરી ઝીંકી

જામનગર,તા.૧૯ : અહીં ગુલાબનગરમાં રહેતા અને પટેલ કોલોની શેરી નં. ૧ માં આવેલ બજરંગ ઢોસા સેન્ટરમાં નોકરી કરતા શંકર મૃગેશભાઈ પીલ્લાઈ મદ્રાસી ઉ.વ. ૧૮ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તરલ ઉર્ફે હકી ગોહીલ અને વિશાલ સુરૂ પાસે સાહેદ અન્નાભાઈએ જમવાના બીલના રૂપિયા માંગતા હોય જેના લીધે આજ રોજ આરોપીએ અન્નો કયાં છે તેમ કહી સાહેદો ગાળો આપી ફરીયાદીને આરોપી તરલ ઉર્ફે હકી ગોહીલએ ફરીયાદીને છરીનો ઘા મારી ગંભીર ઈજા કરી ગુન્હો કરેલ છે.

એટેક આવતા યુવાનનું મોત

વાનાણા વાડી વિસ્તારમાં રહેતા પાલાભાઈ નથુભાઈ કરંગિયા, ઉ.વ.૪ર એ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  ભોજાભાઈ નાથુભાઈ કરંગિયા ઉ.વ.૪પ, રે. વનાણા વાડી વિસ્તાર  માં રહેતા હોય બળદને પાણી પાવા જતા હતા ત્યારે બળદ પાછળ દોડતા ભોજાભાઈ પડી જતા હાટ એટેક આવતા મરણ ગયેલ છે.

(2:47 pm IST)