Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સોમનાથના ભાગોળે પાણી પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

વેરાવળ - પ્રભાસપાટણ : વેરાવળ- ઉના હાઈવે ઉપર સોમનાથના પ્રવેશ દ્વારા અને ભાગોળે હિરણ નદી પાસેની ત્રણ સોસાયટીને પીવાનું પાણી પૂરી પાડતી નળ - પાઈપલાઈનનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ જગદીશભાઈ ફોફંડી, ઉપપ્રમુખ જયદેવ જાની પ્રાંત અધિકારી પ્રદિપસિંહ રાઠોડના હસ્તે કરાયુ. ન. પા. પ્રમુખ જગદીશભાઈ ફોફંડીએ જણાવ્યુ કે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માગણી હતી. પ્રાંત અધિકારી પ્રદપસિંહ રાઠોડે જણાવ્યુ કે જયારે નગરપાલિકા ઈન્ચાર્જ વધારાનો ચાર્જ હતો ત્યારે માત્ર ત્રણ દિવસમાં જ આ પ્રોજેકટ મંજૂર કરી લોકોને સુવિધા મળે તે માટે માનવીય અભિગમ અપનાવાયો છે. નગરપાલિકા ઉપપ્રમુખ જયદેવ જાનીએ જણાવ્યુ કે આ વિસ્તારના પ્રાણ પ્રશ્ન સમો પાણીનો પ્રશ્ન હલ થાય તે મારૂ સ્વપ્ન હતું. જનતા સોસાયટીના લખમણભાઈ સોલંકીએ આ ખાતમુહૂર્તથી આ વિસ્તારમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. આ સોસાયટીનો જન્મ ૧૯૮૭માં થયો ત્યારથી પાણીની સમસ્યા હતી પછી ૧૯૯૬માં પાણીની પાઈપ લાઈન નખાઈ પરંતુ રોડ પહોળો થતા તે સુવિધા છીનવાઈ હતી. નગરપાલિકા વોટર વર્કસ ચેરમેન વશરામભાઈ સોલંકીએ જણાવ્યુ કે કાલથી જ આ કામ શરૂ થશે અને અંદાજે બે મહિનામાં પૂર્ણ થશે. ખાતમુહૂર્ત સમારંભની તસ્વીર.

(12:48 pm IST)