Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

તાલાલાના સુરવામાં ભગાભાઇ દારૂને બદલે એસિડ પી ગયા

રાજકોટ તા. ૧૯: તાલાલા તાબેના સુરવા ગામે રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં ભગાભાઇ મેઘાભાઇ સાખટ (ઉ.૪૫) નામના કોળી આધેડ સાંજે આઠેક વાગ્યે ઘરે સંડાસ સાફ કરવાનું એસિડ પી જતાં તાલાલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેને સંતાનમાં બે પુત્ર છે. દારૂના નશામાં હોઇ દારૂને બદલે એસિડ પી ગયાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલાલ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(12:14 pm IST)