Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ગોંડલમાં ખાંટ રાજપૂત સમાજ દ્વારા રેલી, આવેદન

ગોંડલ તા.૧૯: ભાટી સમાજના અમુક લોકોએ સમસ્ત ખાંટ રાજપૂત સમાજના ઇતિહાસને ખોટી રીતે રજુ કરતા અને સમાજ વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા સમસ્ત ખાંટ રાજપૂત સમાજ ગોંડલ શહેર અને ગ્રામ્ય દ્વારા રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવીને પગલા ભરવા માંગણી કરી હતી.

આ તકે ખાંટ રાજપૂત સમાજના આગેવાનો વતી મુકેશભાઇ બચુભાઇ ઝાલા, મહેશભાઇ બી. ભીલ, ધર્મેશભાઇ એસ. પીપળીયા, અશ્વિનભાઇ ગોહિલ, રવિન્દ્રભાઇ ડી. સરવૈયા, જીજ્ઞેશભાઇ મકવાણા સહિતના જોડાયા હતા.

(11:55 am IST)