Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ઘર કંકાસ, આર્થિક સંકડામણથી કંટાળી કમલેશ વિંઝુડાએ જીવનલીલા સંકેલી

જામજોધપુરના પાટણ ગામે બનાવ : યુવાનના અંતિમ પગલાથી પરિવારમાં અરેરાટી

જામજોધપુર, તા. ૧૯ :  તાલુકાના પાટણ ગામે ઘરકંકાશ અને આર્થિક પરિસ્થિતિથી તંગ આવી જઇ યુવાને ગળાાફાંસો ખાઇ જીવાદોરી કાંપી નાંખતા તેના પરિવારજનોમાં કલ્પાંત પ્રસરી જવા પામ્યો છે.

પાટણ ગામે રહેતા કમલેશ રાજાભાઇ વિંઝુડા (ઉ.વ.૪૦) પોોતાની પત્ની જયોત્સનાબેન સાથે કોઇને કોઇ કારણસર અવાર-નવાર થતા ઝઘડા તથા પત્ની માવતરે ચાલી જવા ઉપરાંત નબળી આર્થિક પરિસ્થિતિને લીધે ત્રાસી જતા અંતે પોતાના ઘેર જ ગળાટુંપો ખાઇ લઇ મોતને મીઠું કરી લીધું હતું.

(11:51 am IST)