Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ભુજ નગરપાલિકાને તાળાબંધી કરી માટલા ફોડ્યા

પાણીના રોજિંદા કકળાટ થી ગુસ્સે ભરાયેલા લોકોએ

 ભુજ, તા.૧૯: નગરપાલિકામાં ધસી આવેલા વોર્ડન.૧,૨,૩ અને ૮ ના રહેવાસીઓ એ રોજિંદી પાણી ની સમસ્યાથી કંટાળીને ચૂંટાયેલા શાસકોને પ્રજાના આક્રમક મિજાજ નો પરિચય કરાવ્યો હતો.લોક સમસ્યાના પ્રશ્ને કોંગ્રેસના નગરસેવકોએ પ્રજાની સાથે રહીને લોક વિરોધમાં પોતાનો સૂર પુરાવી સબળ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી. રોજિંદી પાણી ની સમસ્યાથી કંટાળેલા વોર્ડ ન. ૧,૨,૩, અને ૮ ના આ રહેવાસીઓએ પ્રમુખ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાની ચેમ્બરમાં માટલા ફોડ્યા હતા.પાણી આપવામાં નિષ્ફળ ભાજપના શાસકોને ભ્રષ્ટાચાર અને સાંઠગાંઠ બંધ કરી નર્મદાનું પાણી જાહેરાત પ્રમાણે રોજ મળે તેવી ઉગ્ર રજુઆત અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ઉગ્ર લોક મિજાજ દર્શાવતા આ દેખાવો માં વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના નગરસેવકો ફકીરમામદ કુંભાર,માલશી માતંગ,કાસમ સમા ઉપરાંત કોંગ્રેસના અન્ય નગરસેવકો જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સાથે કચ્છ ભાજપ ના સાંસદ, મંત્રી,ધારાસભ્યો,જિલ્લા પ્રમુખ અને આગેવાનો સતત રણ સહિત ભુજ માં નર્મદાનું પાણી ભાજપે પહોચાડ્યું છે એવી જાહેરાતો કરતા રહે છે.ત્યારે, લોકોનો ભુજ નગરપાલિકાના શાસકોને એક જ સવાલ છે કે ભુજ માટે આવતું નર્મદાનું રોજનું લાખો લીટર પાણી જાય છે કયાં?

(11:50 am IST)