Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ગીર ગઢડા તાલુકામાં ગેરકાયદે પથ્થરોની ખાણનું ખનન બંધ કરાય નહીં તો આંદોલન

ઉના તા ૧૯ : તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષોએ ઉના ગીર ગઢડા તાલુકામાં ૨૧ જગ્યાએ ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણોનું ખન્ન બંધ કરવા રજુઆત કરીને માંગણી કરાઇ અને ખાણ બંધ નહી કરાય તો આંદોલનની ચીમકી અપાય છે

ઉના તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ તથા ભાજપના આગેવાન બધાભાઇ વી વીજુડાએ ઉનાના માઇનીંગ સુપરવાઇઝર તથા ગાંધીનગર કમિશ્નરશ્રી ખાણ ખનીજ વિભાગને મોૈખીકમાં રજુઆત કરી છે કે ઉના શહેર, ઉના તાલુકા, ગીરગઢડા તાલુકાના ચાંચકવડ, મેણ,ભડીયાદર, એકામપુર, વરસીંગપુર, રાતડ નાથડા, મોટા ડેસર, નાનાડેસર, વડયીળા,ઝુડવડલી, ફાટસર નાર્ડેજ, ઝયાજપુર,આમોદ્રા, ખાપટ કાંધી પડા, બાવરડા, આકોલાલી, ફુલકા, ડમાસ, જામવાળા, ફરમટીયા, સનવાવ, ધ્રાબાવડ, જરગલી, સોલોજ,ચ અંબાડા, મહોબતપરા, વિસ્તાર તથા શહેરની સીમ વિસ્તારમાં ખાનગી માલીકીની  જમીન સરકારી ગોૈચર જમીન ઉપર  ગેરકાયદેસર કેટલાક રાજકીય વગ ધરાવતા ભુમાફીયાઓ ખનન કરી કરોડો રૂપીયાની ખનીજ ચોરી કરી રહ્યા છે તેવી ફરીયાદો લાંબા સમયથી છે.અવારનવાર રજુઆત કરાય તો માત્ર દરોડાનું નાટક કરી નજીવો દંડ કરી છોડી મુકતા ફરી તે જગ્યાએ ખનન ચાલુ થાય છે તમે રજુઆતમાં જણાવેલ છે.

જો ખનન બંધ કરી પગલા નહીં લેવાય તો આવતા દિવસોમાં આંદોલન કરવાની ચીમકી અપાય છે.

(11:48 am IST)