Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પોરબંદરમાં ડામર અને સફાઇ કામમાં વહાલા દવલાની નીતિ..?

પોરબંદર તા. ૧૯: અહીં નગરપાલિકા દ્વારા ડામર અને સફાઇ કામમાં વહાલા દવલાની નીતી અપનાવતાની ફરિયાદો ઉઠી છે. મેમણવાડા અને ઠક્કર પ્લોટ વિસ્તારમાં આ પ્રકારે કામ થતાની ફશ્રિયાદો ઉઠી છે.

લોક ફરિયાદો મુજબ મેમણવાડા વિસ્તારમાં ૪-૫ વર્ષથી ભૂગર્ભ ગટર માટે ખોદકામ કર્યા બાદ ફરી ડામર રોડ બનાવવામાં ભેદભાવ જોવા મળે છે. નગરપાલિકાના  હોદ્દેદારોના રહેણાંક વિસ્તારમાં તથા મુખ્ય રોડ ઉપર ડામર રોડ થઇ ગયેલ છે. પરંતુ શેરી-ગલીમાં ડામર રોડ કરવાની અનેક ફરિયાદો છતા ધ્યાન અપાતુ નથી. સફાઇ કામગીરી પણ અમુક ચોક્કસ જગ્યાએ કરાય છે. બાકીના વિસ્તારોમાં ગટરો છલકાય અને ગંદકીની ફરિયાદો છે.

(11:48 am IST)