Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ફેકટરી ધારકોએ સોશ્યલ મિડીયામાં આત્મવિલોપન અંગેની મુકી પોસ્ટ ?!

ઉપવાસી છાવણીમાં પર્યાવરણ બચાવ ઉત્કર્ષ સમિતિની રચના

ગોંડલ તા. ૧૯ : હડમતાળા જીઆઇડીસીમાં પ્રદુષણ અંગે આંદોલનના મંડાણ થયા છે ત્યારે આજે સવારે સરદાર ચોકમાંથી પ્રદુષણ વિરોધી મૌન રેલી કાઢી મામલતદાર કચેરીએ જઇ વિરોધ દર્શાવતું આવેદન પત્ર પાઠવાયું હતું.

દરમિયાન વધુમાં જાણવા મળ્યાનુસાર ઉપવાસી છાવણીમાં પર્યાવરણ બચાવ ઉત્કર્ષ સમિતીની રચના કરાઇ હતી. તો બીજી તરફ ફેકટરી ધારકો દ્વારા આ મુદ્દે સોશિયલ મીડીયામાં આત્મવિલોપન અંગે પોસ્ટ મુકાઇ હોય જે અંગે આંદોલન કરતા વિક્રમસિંહ જાડેજાએ કોટડા-સાંગાણી પોલીસનું ધ્યાન દોરતા આત્મવિલોપનની પોસ્ટ મુદ્દે કોટડા-સાંગાણી પોલીસે તજવીજ હાથ ધરી છે.

(11:46 am IST)