Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

હરીપુરના શખ્‍સની ગામના પાદરમાંથી ધરપકડ ભરણ પોષણ સજા કેસમાં ૪ મહિનાથી ફરાર

મેંદરડા પોલીસે ઝડપી લઇ જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્‍યો

 (વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૯  : ભરણ પોષણ સજા કેસમાં ૪ મહિનાથી ફરાર હરીપુરના શખ્‍સને મેંદરડા પોલીસે દબોચી જૂનાગઢ જેલમાં ધકેલી દીધો હતો.

ભરણ પોષણના કેસમાં જુનાગઢ ફેમિલી કોર્ટે  મેંદરડા તાલુકાના હરીપુર ગામનાં ઇનુસભાઈ ઉર્ફે કાસમભાઈ ફતેમહમદ સુમરાનું જેલ સજા વોરંટ બજવણી માટે મેંદરડા પોલીસને મોકલ્‍યું હતું. પરંતુ આ ઈસમમાં ૪ મહિનાથી નાસતો ફરતો હતો.

એસપી હર્ષદ મહેતાની સૂચના અને ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યા અને સીપીઆઈ એન. એલ. પાંડોરના માર્ગદર્શનમાં મેંદરડાના મહિલા પીએસઆઇ એસ. એન. સોનારા અને તેમની ટીમે આ શખ્‍સને હરીપુર ગામના પાદરમાંથી ઝડપી લઈને તેને જુનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્‍યો હતો.

(1:47 pm IST)