Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રાઘવજીભાઇ સારવાર બાદ પુનઃ ધ્રોલ વતન પધાર્યા

ધ્રોલ તા.૧૯: કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલની નાદુરસ્‍ત તબીયતને કારણે તેઓએ રાજકોટ સીનર્જી હોસ્‍પિટલ ખાતે સારવાર બાદ તેમના નિવાસ સ્‍થાને ગાંધીનગર ખાતે ફીજીયોથેરાપી સહિતની વિવિધ સારવાર બાદ હાલમાં તેઓની નાદુરસ્‍ત તબીયતમાં ફરીથી તેઓ તેમની પ્રજાકીય સેવાકાર્યો તથા વહીવટ કામગીરી કરવા માટે સક્ષમ થઇ ગયેલ છે.

ધ્રોલ ખાતે યોજાયેલ શુભેચ્‍છા મુલાકાત પ્રસંગે તેઓએ  જણાવેલ કે હવે તેઓ પુરેપુરા સ્‍વસ્‍થ થઇ ગયેલ છે અને ફરીથી તેમની કામગીરીમાં સક્રીય થઇ રહેલ હોવાનું જણાવેલ અને હાલમાં વડાપ્રધાનશ્રીના ૪૦૦ કે પારના સુત્રોને સાર્થક કરવા માટે કાર્યકરોને તન, મન, ધનથી તેમના વિસ્‍તારોમાં કાર્યરત થઇને વધુમાં વધુ મતદાન દ્વારા આપણા ઉમેદવારો જંગી બહુમતીએ વિજયી બનાવવા અનુરોધ કરેલ. તે અંગે કાર્યકરો તેમના પ્રતિભાવ માટે જણાવેલ કે તેઓ તેમની આ લાગણી અને માંગણી અંગે સક્રિય થઇને જંગી બહુમતીએ મતદાન કરીને પુનમબેનને વિજયી બનાવવાની કામગીરીમાં સામેલ થશે. તેવી ખાત્રી આપી હતી. મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે તેમની ધ્રોલ ખાતેની ઓફિસે પણ આવીને આ ચુંટણી અંગેનો કાર્યભાર સંભાળેલ છે, અને તેમના વિસ્‍તારોના કાર્યકરોને બોલાવીને આ કામગીરીનો કાર્યભાર સોંપી રહેલ છે.

(1:43 pm IST)