Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ગાંધીધામમાં કામાતુર શખ્‍સે બાળક સાથે શૃષ્ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય કરતાં ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ :..  ગાંધીધામમાં ઢગા દ્વારા શેરીમાં રમતા બાળક સાથે કરાયેલા સળષ્ટિ વિરૂધ્‍ધના કૃત્‍ય એ ચકચાર સર્જી છે. શહેરના કારગો ઝુંપડપટ્ટી વિસ્‍તારમાં રહેતા નિરંજન ભંગ નામના ઢગાએ કામાતુર બની માસૂમ બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્‍યો હતો. આ બનાવે હોબાળો મચતાં આ કળત્‍ય કરનાર આરોપી સામે લોકોએ ફિટકાર વરસાવ્‍યો હતો. બી ડિવિઝન પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે પોકસો સહિતની અન્‍ય કલમો નીચે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

(11:06 am IST)