Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

હું રાજકોટમાં ભાજપનો ઘમંડ તોડવા માટે જ આવ્‍યો છું: પરેશ ધાનાણી

જસદણ,તા. ૧૯: કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી શુક્રવારે પોતાની ઉમેદવારી નોંધાવે તે પૂર્વે જસદણ આવેલ તેમની સાથે વિવિઘ સમાજનાં આગેવાનો તન મન અને ધનથી જોડાયા હતા.

આ તકે જસદણમાં તેમણે વિવિઘ ધાર્મિક જગ્‍યાઓ પર પોતાનું શીશ નમાવ્‍યું હતું.

પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે હું રાજકોટમાં ભાજપનો ઘમંડ તોડવા માટે જ આવ્‍યો છું લોકો ભાજપના રાજમાં ખુબ જ દુઃખી છે લોકોના દુઃખો દુર થાય એવી મારી અંતરની ઈચ્‍છા છે.(તસ્‍વીર-અહેવાઁલઃ હિતેશ ગોસાઈ જસદણ)

(10:26 am IST)