Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

મોરબીથી બોગસ પાસ બનાવી મહિલાને અમદાવાદ મુકવા ગયેલ ઉદ્યોગપતિ સહીત ત્રણ શખ્શોની ધરપકડ

ત્રણ મોબાઈલ ફોન, એક લેપટોપ અને એક કાર કબજે

મોરબી શહેરમાંથી ત્રણ વ્યક્તિ એક મહિલાને અમદાવાદ મુકવા માટે ગયા હતા અને જીલ્લાની બહાર અવરજવર કરવા માટે આ શખ્સો દ્વારા બોગસ પાસ બનાવવામાં આવ્યો હતો જેથી કરીને તેની સામે ગુનો નોંધાતા પોલીસે એક ઉદ્યોગપતિ સહિતના ત્રણની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન, એક લેપટોપ અને એક કાર કબજે કરવામાં આવી છે અને હાલમાં ત્રણેય આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
 

(5:07 pm IST)