Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ચોટીલાના સાયપર નજીક 'હિટ એન્ડ રન': પદયાત્રી પરિણીતાનું મોતઃ પિતા-ભાઇને ઇજા

દેવપરાથી દેવીપૂજક પરિણિતા નાના ભાઇની માનતા ઉતારવા પિતા-ભાઇ સાથે ચોટીલા આવી રહી હતી ને કાળ ભેટ્યો

રાજકોટ તા. ૧૯: ચોટીલાના સાયપર નજીક સાંજે હિટ એન્ડ રનની ઘટનામાં લીંબડીના દેવપરા ગામે માવતર ધરાવતી અને હડાળા ભાલ ગામે સાસરૂ ધરાવતી દેવીપૂજક પરિણીતા રેખાબેન અશ્વિન પીરપડીયા (ઉ.૨૫)નું મોત નિપજ્યું છે. જ્યારે તેના પિતા અને ભાઇને ગંભીર ઇજા થતાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ પરિણીતા નાના ભાઇને ચોટીલા પગપાળા દર્શન કરાવવાની માનતા પુરી કરવા આવી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ હડાળા રહેતી રેખાબેન દેવપરા રહેતાં પિતા રમેશભાઇ હરજીભાઇ બુટીયા (ઉ.૫૦) અને નાના ભાઇ ઓમ રમેશભાઇ બુટીયા (ઉ.૧૦) સાથે ગઇકાલે પગપાળા ચોટીલા દર્શન કરવા આવી હતી. ત્રણેય ચોટીલાના સાયપર પાસે પહોંચ્યા ત્યારે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજાઓ થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રેખાબેને દમ તોડી દીધો હતો. જ્યારે તેના પિતા અને ભાઇને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતાં. રેખાબેનનો પતિ છુટક મજૂરી કરે છે. તેની સાથે નાની બહેન કિંજલ પણ હતી. તેનો બચાવ થયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને ધર્મેશભાઇ ડાંગરે સાયલા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(12:47 pm IST)