Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કચ્છના હમીરસર તળાવની કાંઠે

જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે મતદાન જાગૃતિ સુરધારા સંગીત સંધ્યા યોજાઇ

ભુજ, તા.૧૯:- લોકસભા સામાન્ય ચુંટણી, ૨૦૧૯એ ભારતવર્ષ માટે દર પાંચ વર્ષે આવતો લોક મહોત્સવ છે. ત્યારે માન જિલ્લા ચૂંૂટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી કચ્છના માર્ગદર્શન હેઠળ ૨૩ અપ્રિલેઃ કચ્છ કરશે ૧૦૦% મતદાનની જાગૃતિ ઝુંબેશના ભાગરૂપે ગઇકાલે ભુજ શહેરના ઐતિહાસિક હમીરસર તળાવની પાળે જિલ્લા કક્ષાનો મતદાન જાગૃતિ Sveep-સૂરધારા-સંગીત સંધ્યા'' કાર્યક્રમ જિલ્લા ચુંટણી અધિકારી કલેકટર કચ્છના અધ્યક્ષપદે યોજાયો હતો. જેમાં ઇન્દ્રબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ અને માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ ગીત તેમજ શ્રી kskv-કચ્છ યુનિવર્સીટીના યુવા મતદાતા ગીત અને શ્રી ગણેશ નાટ્ય ગુપ, ભુજ દ્વારા ફરક પડે છે. નાટક રજૂ કરવામાં આવ્યાં હતાં.

ત્યારબાદ સ્વીપ નોડલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિડીયો કલીપ બતાવવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થિનીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી લોકોન. મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા બહેનશ્રી ભૂમિ સોલંકી દ્વારા ઉપસ્થિત જનમેદનીને મતદાનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. શહેરની તમામ કચેરીઓના અધિકારીઓ/ કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે શાળા કક્ષાએ નિબંધ-વકતૃત્વ-પોસ્ટર-ચિત્ર જેવી વૈવિધ્યપૂર્ણ સ્પર્ધાઓ, મતદાતા દિવસ ઉજવણી, મતદાન જાગૃતિ રેલી, સંકલ્પ પત્રો ભરાવવા અને મતદાન જાગૃતિ રંગોળી બનાવીને સ્વીપની કામગીરીમાં જિલ્લાની દરેક શાળા/કોલેજોએ અનેરૃં યોગદાન આવ્યું હતું. આ અભિયાનના અંતિમ ચરણમાં જિલ્લાની તમામ શાળા/ કોલેજોની નજીકમાં આવેલી જાહેર જગ્યાએ મતદાન જાગૃતિ સંગીત સૂરધારા કાર્યક્રમ કચ્છ જિલ્લાના દરેક તાલુકા સ્થળે યોજાયો હતો.

ભુજ-ગાંધીધામ ૦૭-૦૭ શાળાઓ, અને અન્ય તમામ તાલુકા મથકોની ૩-૩ શાળાઓ મળી કુલઃ૩૭ જેટલી શાળાઓના વિદ્યાર્થી ભાઇ-બહેનો અને શિક્ષકો મતદાન જાગૃતિના આ રાષ્ટ્રીય અભિયાનમાં જોડાયા હતા. આ ૩૭ શાળાઓ દ્વારા કુલઃ ૧૦૦થી વધારે સ્થળે ગીત-સંગીતના કાર્યક્રમ દ્વારા મતદાતાઓને પ્રેરિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જયારે ૨૦૦૦ જેટલી આંગણવાડી કેન્દ્રોની કાર્યકર બહેનો દ્વારા એક લાખથી વધારે મહિલા મતદાતાઓને, ૧૭૦૦ જેટલી પ્રાથમિક શાળા શિક્ષકો દ્વારા સવા ચાર લાખથી વધુ મતદાતાઓને અને ૪૫૦ જેટલી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જિલ્લાના ૬૦૦ જેટલા ઉદ્યોગ-ગૃહો કંપનીઓ અને જન-સમુદાયોના એક લાખથી વધુ મતદાતાઓ સુધી પહોચી કુલ ૬ લાખથી વધુ મતદાતાઓને નિષ્પક્ષ મતદાનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલની ૪૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ દ્વારા ખાસ આકારમાં ગોઠવાઇ વોટનો લોગો બનાવવામાં આવ્યો હતો.

સમગ્ર આયોજન માન. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિ તથા નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી. એન. પ્રજાપતિ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સર્વ શ્રી બી. એમ. વાઘેલા, શ્રી વી.એમ. તેરયા, શ્રી મતી સ્નેહાબેન રાવલ, શ્રી કિશોર સોની, કુ. દીપિકા પંડ્યા, વિ.એ સંભાળ્યું હતું.

(12:40 pm IST)