Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સૌરાષ્ટ્રમાં કૉંગેસની લહેર :પીએમ મોદીએ ત્રણવખત ચકકર લગાવ્યા :લલિત વસોયા

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો માહોલ છે તેને ડેવલોપ કરવા રાહુલજી આવ્યા

ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પોરબંદરના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

   લોકસભા ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ બન્ને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની તરફેણમાં લહેર છે. સૌરાષ્ટ્રમાં પીએમ મોદી 3 વખત ચક્કર લગાવી ચૂક્યા છે.

   વધુમાં તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો માહોલ છે તેને ડેવલોપ કરવા રાહુલજી આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના મુદ્દાઓમાં રાષ્ટ્રવાદ છે. ભાજપ રાષ્ટ્રવાદનો માત્ર દેખાડો કરી રહી છે. ખેડૂતોના મુદ્દા પણ મહત્વના છે. લોકો ભાજપને જાકારો આપશે.

(1:22 am IST)
  • મતદારો નિરુત્સાહ રહ્યા : લોકસભાની ચૂંટણીના બીજા ફેઝમાં મતદાન, 2014 કરતા થોડું ઓછું રહ્યું : ઓરિસ્સામાં -14.48%, તામિલનાડુમાં -8.73%, પુન્ડુચેરીમાં -6.63%, જમ્મુ એન્ડ કશ્મીરમાં -5.13%, પશ્ચિમ બંગાળમાં -5.13%,આસામમાં -2.42%, મહારાષ્ટ્રમાં -1.69%, છત્તીસગઢહમાં -1.62%, કર્ણાટકમાં -0.63%, બિહારમાં -0.09%, ઉત્તર પ્રદેશમાં +0.3% અને મણિપુરમાં +1.23% મતદાનની ટકાવારી રહી access_time 2:10 am IST

  • કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આપ્યું બહુ મોટું નિવેદન: કહ્યું કે બાલકોટ એર સ્ટ્રાઈકમાં કોઈ પાકિસ્તાની આર્મી કે સ્થાનિકોના મોત થયા નથી access_time 2:09 am IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST