Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

હાથ ખર્ચાના પૈસા વાપરવા માટે ટ્રેનમાં નજર ચૂકવીને ચોરી કરતા ત્રણ ઇસમોને પકડી પાડતી વિરમગામ રેલવે પોલીસ

વઢવાણ, તા. ૧૯ : હાથ ખર્ચાના પૈસા વાપરવા માટે ટ્રેનમાં નજર ચૂકવીને ચોરી કરતા ત્રણ ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે વિરમગામ રેલ્વે પોલીસે પકડી પાડયા હતાં. સ્મિતાબેન વિપુલભાઇ રહેવાસી ડોમ્બિવલી વેસ્ટ મુંબઇ તા. ૧પ-૪-૧૮ના રોજ ટ્રેન નં. ૧૯૧૧પ દાદર-ભુજ સયાજીનગર કોચ નં. એસ પ સીટી નં. ૪૯ ઉપર બેસીને મુસાફરી કરી રહ્યા હતાં અને તેઓના પાસે સેન્ડલ કલરનું મની પર્સ હતું. આ ટ્રેન વિરમગામ સ્ટેશન પરથી તા. ૧૬ની રાત્રીના ૧:૩૦ વાગ્યે ઉપડી ત્યારે એક અજાણ્યો વ્યકિત તેઓનું સેન્ડલ કલરનું મની પર્સ ચોરી કરીને નાસી છૂટયો હતો મની પર્સની કિંમત રૂપિયા ૩૦૦ જેમાં એક સેમસંગ કંપનીનો જે-ર ફોન જેનીકિંમત ૭૦૦૦ અને ર૦૦૦ રૂપિયા રોડા મળીને કુલ ૯૩૦૦ રૂપિયા થાય છે. આ કામના આરોપીને ચોરીના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને મુદામાલ કબ્જે લીધો હતો જેમાં આરોપીના સાથે બીજા ર આરોપી પણ સામેલ હતાં. કુલ મળીને ૩ આરોપીને ઝડપી લીધેલ છે જેમાં નં. ૧ પ્રકાશ ઉર્ફે શેરો ઉ.૧૯ વર્ષ, ર. અજય ઉર્ફે રવિ ઉ. રર વર્ષ, ૩. જીતેન્દ્ર ઉર્ફે બોખો ઉ. ર૯ વર્ષની અટક કરી હતી. ઉપરોકત આરોપીઓએ સાથે મળીને તેઓને હાથ ખર્ચાના પૈસાની જરૂર હોય તેઓએ આ ચોરી કરવાનું કબૂલ્યું હતું. જીતેન્દ્ર ઉર્ફે બોકો અગાઉ પણ પર્સ ચોરી કરતા પકડાઇ ગયેલ છે વધુ તપાસ વિરમગામ રેલવે પીએસઆઇ એસ.એલ. ચાવડા ચલાવી રહ્યા છે. (૮.૧૧)

(1:04 pm IST)