Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જામનાગરઃ ધારા સભ્યની મતદારો સાથે મીટીંગ

જામનગર : ધારા સભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) એે વિજય મેળવ્યા બાદ આ વિસ્તારનામતદારોનો આભાર માન્યો હતો. સમારંભ કોર્પોરેટર ભનજીભાઇ ખાણધારના અધ્યક્ષ સ્થાન. યોજાયો હતો જેમાં ધારાસભ્ય હકુભા જાડેજાએ વોર્ડ નં. ૧૧ ના હાપા વિસ્તારનાં મતદારોનો આભાર માનતા જણાવ્યું હતુૅ કે ફરી પાછી પાંચ વર્ષ માટેે એક ધારાસભ્ય માટે જયારે મતદારોએ સેવાની તક આપી છે ત્યારે મતદારોના સુખ-દુઃખમાં હમેંશા સાથે રહેવામાં માનુ છુ. આ વિસ્તારના લોકો તરફથી જે મારું અભિવાદન કરયું છે અને જે પ્રશ્નોનો ના ઝડપભેેર ઉકેલ આવે તે માટે હું  બનતા તમામ પ્રયાસ કરીશ. આ અભિવાદન સમારંભમાં કોર્પોરેટરભનજીભાઇ ખાણધાર, ભાજપના વોર્ડ નં.૧૧ ના વોર્ડ પ્રમુખ તુલસીભાઇ નકુમ,વેલજીભાઇ નકુમ, લાખનભાઇ ડાંગર, ઘનશ્યામસિંહ ગોહીલ, પ્રવિણભાઇ પરમાર, જયદિપસિંહ જાડેજા, ટીનુભા ઝાલા, નરસીભાઇ કોળી, હરપાલસિંહ જાડેજા,સુરેશભાઇ, ઘનશ્યામસિંહ જાડેેજા, વિનય જાની, દિનેશભાઇ માલધારી, યોગેશભાઇ લીંબડ, ધીરજભાઇ રાઠોડ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અક્ષયભાઇ દવે વગેરે આગવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી તે પ્રસંગની તસ્વીર(૩.૧)

 

(11:57 am IST)