Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મોરબીના મહેન્દ્રપરામાં રહેણાંક મકાનમાં દરોડો:વિદેશી દારૂની 66 બોટલ સાથે મંજુરહુસૈન ઝડપાયો :કબૂલ હુસેનની શોધખોળ

 

મોરબીના મહેન્દ્રપરામાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે ડીવીઝન પોલીસે દરોડો કરી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી મંજુર હુશેન અબ્દુલ માંડકિયાને દબોચી લીધો હતો જયારે અન્ય આરોપી મકબુલ હુશેન રાઠોડની શોધખોળ હાથ ધરી છે

  મોરબી જીલ્લા પોલીસવડ જયપાલસિંહ રાઠોડની સુચનાથી ડીવીઝન પીઆઈ આર.જે.ચૌધરી અને પીએસઆઈ એમ.વી.પટેલના માર્ગદર્શન હેઠળની ટીમે બાતમીને આધારે મહેન્દ્રપરા વિસ્તારના રહેણાંક મકાનમાં દરોડો કરતા આરોપી મંજુરહુશેન અબ્દુલ માંડકિયાના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬૬ બોટલ મળી આવતા પોલીસે ૭૭,૨૫૦ નો મુદામાલ કબજે કરી આરોપી મંજુર હુશેન અબ્દુલ માંડકિયાને દબોચી લીધો હતો જયારે અન્ય આરોપી મકબુલ હુશેન રાઠોડ રહે. મોરબી સિપાઈવાસવાળો હાજર નહિ મળતા તેની શોધખોળ ચલાવી છે.

 દરોડા કાર્યવાહીમાં ડીવીઝન પોલીસના રસિકભાઈ ભાણજીભાઈ, મણીલાલ રામજીભાઈ, કિશોરભાઈ મેણંદભાઈ, શક્તિસિંહ લખધીરસિંહ, શેખાભાઈ સગરામભાઈ, રણજીતસિંહ ઉમેદસિંહ, ભરતભાઈ સહિતના જોડાયા હતા

 

(11:05 pm IST)