Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

ખંભાળીયા ફાયરબ્રિગેડમાં ઇમરજન્‍સી માટે ડ્રાઇવરની સુવિધા વધારવા માંગ

ખંભાળીયા તા.૧૯: પાલિકા દ્વારા અકસ્‍માત કે હોસ્‍પિટલમાં મૃત્‍યુ પામનારનો મૃતદેહ પાલિકાની ગાડીમાં તેમના ઘેર પહોંચાડવા વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. પરંતુ ફાયરબ્રિગેડમાં ફાયર સિવાયના કામે ડ્રાઇવરો ના હોય કેટલીક વખત મૃતકના પરિવારો મુશ્‍કેલીમાં મુકાય છે.

તાજેતરમાં マદયરોગ હુમલાથી એક વિપ્ર પ્રોૈઢનું અવસાન થતાં ફાયર ઇમરજન્‍સી સિવાય ડ્રાઇવર ના હોય આ ગરીબ પરિવાર મુશકેલીમાં મુકાયા હતા. છેવટે પાલિકા ના એક અગ્રણીને કહીને ડ્રાઇવરની વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા કરતા આ મૃતદેશ ઘેર પહોંચ્‍યો હતો. ખંભાળીયા જિલ્લાનું વડુ મથક હોય ફાયર બ્રિગેડમાં ઇમરજન્‍સીમાં આવા કાર્યો માટે ડ્રાઇવરની વ્‍યવસ્‍થાની માંગ ઉઠી છે.

દ્વારકા જિલ્લા પોલીસનો પદયાત્રી સેવા કેમ્‍પ

દ્વારકા જિલ્લામાં દ્વારકા જતાં પદયાત્રીઓ માટે ઠેરઠેર સેવા કાર્યો શરૂ થાય છે. ત્‍યારે બે દિવસથી આરાધનાધામ પાસે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પણ સેવા કેમ્‍પ શરૂ થયો છે.

દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે ડી.વાય.એસ.પી. ડો.હાર્દિક પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા, વાડીનાર પોલીસ તથા એલ.સી.બી., એસ.ઓ.જી. સ્‍ટાફની સેવા આ કેમ્‍પમાં રખાઇ છે. તથા પદયાત્રીઓ માટે મેડીકલ સેવા પોૈષ્‍ટીક આહાર નાસ્‍તો ચા-પાણી તથા નહાવા ધોવાની વ્‍યવસ્‍થા સાથે આરામ માટેની વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવી છે. તથા રસ્‍તામાં આવતા વાડીનાર, ખંભાળીયા, કલ્‍યાણપુર દ્વારકા તથા કંટ્રોલરૂમના તથા હેલ્‍પલાઇન નંબરો પણ આપવામાં આવ્‍યા છે.

ધ્રોલનો ચાર વર્ષનો માધવ હાલો ‘માધવ' ને મળવા દ્વારકા

દ્વારકા યોજાનર ફુલડોલ ઉત્‍સવામાં રાોે હજારો ભાવિકો પગપાળા જઇ રહયા છે ત્‍યારે ધ્રોલથી દ્વારકા નીકળેલ પદયાત્રી હુંબલ પરિવાર નો માત્ર ચાર વર્ષનો ‘માધવ' પણ નાનકડી સાઇકલ પર સવાર થઇને ‘માધવ' (દ્વારકાધીશ) ને મળવા ટચુક ટચુક કરતી સાયકલ ચલાવી પદયાત્રીઓના સંઘમાં આકર્ષણ જમાવ્‍યું હતું

રણજીતપુર આહિર સમાજનું ગોૈરવ

કલ્‍યાણપુર તાલુકાના રણજીતપુર ગામના રાજનભાઇ કરણભાઇ બેલાના પુત્રો દિનેશભાઇ તથા દેશુરભાઇએ તાજેતરમાં એસ.એલ.બી. દ્વારા લેવાયેલી સિંચાાઇ વિભાગની ઇજનેરની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આ બન્ને ભાઇઓ એક સાથે પાસ કરીને રણજીતપુર ગામ તથા આહિર સમાજનું ગોૈરવ વધાર્યું છે.

(1:40 pm IST)