Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

જુનાગઢ લિસ્‍ટેડ બુટલેગરની દારૂ કેસમાં ધરપકડ

૧૩ લાખના દારૂના કેસની તપાસ પુરી થતા અન્‍ય ગુનામાં કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૯: ૧૩ લાખના દારૂ કેસમાં રિમાન્‍ડ પૂરા થતાં કુખ્‍યાત બુટલેગર ધીરેન કારીયાને જેલમાં મોકલી આપી અન્‍ય ગુનામાં તેની જૂનાગઢ ક્રાઈમ બ્રાન્‍ચે અટક કરી રિમાન્‍ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

લિસ્‍ટેડ બુટલેગર ધીરેન અમળતલાલ કારીયાને   એલસીબીએ જૂનાગઢમાં ખામધ્રોળ રોડ શ્રીજી ટ્રેડિંગ કંપની નામના ગોડાઉનમાંથી  ૧૫ ડિસેમ્‍બર ૨૦૧૭ના રોજ પકડાયેલ રૂપિયા ૧૩.૮૦ લાખનો ૬૨૫૯ બોટલ દારૂ, રૂપિયા ૭૧,૩૬૦ની રોકડ તેમજ ૧૦ મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ રૂપિયા ૨૭,૨૭,૩૬૦નો મુદ્દામાલના કેસમાં ૨ દિવસનાં રિમાન્‍ડ પર મેળવી તપાસ, પૂછપરછ હાથ ધરી હતી. સોમવારે રિમાન્‍ડ પૂરા થતાં આ ઈસમને જેલમાં મોકલી આપવામાં આવ્‍યો હતો. ક્રાઈમ બ્રાન્‍ચના પીઆઈ જે. જે. પટેલ અને તેની ટીમે જૂનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા દારૂના કેસમાં ધીરેન કારીયાનો સોમવારે જ જેલમાંથી કબજો લઈ તેની અટક કરી તેને રિમાન્‍ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(1:30 pm IST)