Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

જી.જી. હોસ્‍પિટલમાં રૂ.૫.૯૦ કરોડના ખર્ચે અધ્‍યતન ટેકનોલોજીવાળા સી. ટી. સ્‍કેન મશીન

જામનગર, તા.૧૯:  જી.જી. હોસ્‍પિટલને રૂ.૫.૯૦ કરોડના ખર્ચે નવું અધ્‍યતન ટેકનોલોજીવાળું ૧૨૮ સ્‍લાઈસ સી.ટી. સ્‍કેન મશીન ફાળવવામાં આવ્‍યું છે. જેનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ લોકાર્પણમાં મેયરશ્રી વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્‍યોશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, દિવ્‍યેશભાઈ અકબરી જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે જી.જી. હોસ્‍પિટલમાં કાર્યરત ૧૨૮ સ્‍લાઈસ સી. ટી. સ્‍કેન મશીન દ્વારા ચેસ્‍ટની સારી ગુણવત્તા વાળી ઇમેજ મળી શકશે, હોસ્‍પિટલના દર્દીઓને કાર્ડિયાક તથા વાસ્‍કયુલર સી. ટી. સ્‍કેન તપાસ થઈ શકશે તેમજ મયુકોરમાઇક્રોસીસ જેવી બીમારીનું નિદાન સચોટપણે થઈ શકશે. આ સુવિધાથી હોસ્‍પિટલ ખાતે મહિનામાં અંદાજિત ૧૦૦૦ દર્દીઓને તેમજ આજુબાજુના પોરબંદર, દ્વારકા અને મોરબીના જિલ્લાઓને પણ લાભ થશે. આ મશીન જી.જી. હોસ્‍પિટલમાં ૭૦૦ બેડની હોસ્‍પિટલમાં કાર્યરત રહેશે.

આ પ્રસંગે ડેપ્‍યુટી મેયર શ્રીમતી ક્રિષ્‍નાબેન સોઢા, અગ્રણીશ્રી ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રીશ્રીઓ, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીનશ્રી નંદિનીબેન દેસાઇ, તબીબો તેમજ અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:39 am IST)