Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2024

મોરબીમાં શહેરી વિસ્તારમાં આખલા યુદ્ધની લોકો ત્રાહિમામ: પાલિકાને કંઈ દેખાતુ જ નથી?

( પરાવિન વ્યાસ દ્વારા ) મોરબી શહેરના હાર્દ સમાન વિસ્તારોમાં દિવસેને દિવસે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. ગ્રીન ચોક,નગરદરવાજા, સ્ટેશન રોડ, વાવડી રોડ, જેલ રોડ, શનાળા રોડ, રવાપર રોડ સહિત મોરબી -2 વિસ્તારોમાં આખલાઓને કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે છતાં પાલિકા તંત્રની ઊંઘ ઊડતી નથી.

   મોરબીમાં રસ્તે રઝળતા પશુઓની સમસ્યાના સમાધાન માટે શહેરના સામાજિક કાર્યકરો રાજુ દવે, જગદીશ બાંભણીયા, ચિરાગ સેતા સહિતના દ્વારા મોરબીના ચીફ ઓફિસર, કલેકટર, વહીવટદાર, તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને આ અંગે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે

(1:07 am IST)