Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2024

મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો આરોપી ત્રાજપર ચોકડીથી ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા ઈસમને મોરબી બી ડીવીઝન પોલીસે ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

      મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા વિપુલ મનસુખ ધલવાણીયા (ઉ.વ.૨૨) રહે મોટા માત્રા તા. વીંછીયા વાળો મોરબીની ત્રાજપર ચોકડી પાસે હોવાની બાતમી મળતા ત્રાજપર ચોકડી પાસે ગોપાલ ટ્રાવેલ્સ ઓફિસ પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
  જે કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ કે એમ છાસીયા, મદારસિંહ મોરી, ભગવાનભાઈ ખટાણા, વિજયભાઈ મુળુભાઈ, ચંદ્રસિંહ કનુભાઈ, ભરતભાઈ આપાભાઈ, કલ્પેશભાઈ અમરશીભાઈ, રમેશભાઈ રાયધનભાઈ, કિર્તીસિંહ બહાદુરસિંહ, બ્રિજેશભાઈ જેસંગભાઈ, પ્રદીપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી સહિતની ટીમ જોડાયેલ હતી

(1:02 am IST)