Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

અમરેલીમાં ર૧ દુકાનદારો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધાતા ખળભળાટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૯ :.. નગરપાલીકાએ વૈકલ્પીક વ્યવસ્થા કરી દેવાના આશ્વાસન સાથે જેશીંગપરાની  ટ્રાફીકને અડચણરૂપ કેબીનો હટાવી કેબીન પાછળની જગ્યા કેબીન ધારકોને ફાળવવા માટે સરકારમાં કરેલી દરખાસ્ત નામંજુર થવા છતાં આ જગ્યા ઉપર દુકાનો ઉભી કરનાર ર૧ દુકાનદારો ઉપર લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ ગુનો દાખલ થતા શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

કલેકટરશ્રીએ આ જગ્યા ઉપર ફેબ્રુઆરી ર૦ર૦ માં એટલે કે લોકડાઉન પહેલા ના થોડા સમયથી જ બાંધકામ શરૂ થયુ હોવાની રજુઆત તા. ૧૪-૧૦-ર૦ર૦ ના રોજ થતા તેમણે તપાસનો હુકમ કર્યો હતો નગરપાલિકાએ આ ર૧ દુકાનદારો માટે ૩૦૦ વાર જગ્યા માંગી હતી અને કલેકટરશ્રીના આદેશથી થયેલી તપાસમાં એવુ ખુલ્યું હતું કે, કુલ ૩૯૦.૭૧ ચોરસ મીટર જમીન ઉપર બાંધકામ થઇ ગયેલ છે જમીનની બજાર કિંમત ૩૯ લાખ પ૩ હજાર ૯૮પ છે અને આ વાદગ્રસ્ત જમીન ઉપર બાંધકામ થયેલ હોય બાંધકામ સહિતની આ જમીનની કિંમત રૂ. ૭૦ લાખ ૩ર હજાર ૭૮૦ થાય છે. કલેકટરશ્રી દ્વારા તપાસનો હુકમ કરાતા મામલતદારશ્રી દ્વારા દુકાનદારોના નિવેદન લેવાયા હતાં. જેમાં દુકાનદારોએ માલીકી અંગે યોગ્ય આધાર પુરાવા રજૂ ન કરતા અને સ્પષ્ટતા ન કરતા તથા મહેસુલ વિભાગ ગાંધીનગર દ્વારા ના મંજુર થયેલ દરખાસ્તના હુકમ સામે કોઇ અપીલ કરી ન હતી. જેથી સરકારની રૂ. ૧૦૧ર૦ પ્રતિ ચોરસ મીટરના ભાવની આ જમીન હડપ કરવા પુર્વ આયોજીત કાવતરૂ ઘડી બાંધકામ કરવા ટાઉન પ્લાનીંગ એકટ નીચે પરવાનગી મેળવ્યા વગર લાયસન્સ ધરાવતા એન્જીનીયર કે સુપરવાઇઝર રાખી વિશાળ બાંધકામ કરેલ હોવાનું ન જણાતા આ ગેરકાયદેસર બાંધકામ ર૧ શખ્સો દ્વારા એક સંપ કરી કરેલ હોવાનું જણાતુ હોય અને આ સ્થળે કોઇ એક કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર કોન્ટ્રાકટર રાખી બાંધકામ થયેલ છે કે કેમ તે બાબત પણ તપાસનો વિષય બને છે તેમ જણાવી જેશીંગપરના ર૧ દુકાનદારો સામે સરકારશ્રીની જાહેર માલીકીની જમીન ઉપર અનઅધિકૃત રીતે પાકી દુકાનો બાંધકામ કરી ૭૦ લાખની સરકારી મિલ્કત પચાવી પાડી હોય તેમની સામે ગુનો દાખલ કરવા માટે

મામલતદાર અમરેલીએ કમલેશભાઇ મથુરાદાસ સંપટએ લેખીત ફરીયાદ આપતા શહેર પોલીસમાં ગુનો દાખલ કરાયેલ છે અને આ અંગે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની દ્વારા તપાસ સંભાળી લેવામાં આવી છે.

પોલીસ ફરીયાદ બાદ પોલીસે સબ્બીરભાઇ જૈનુદીનભાઇ ત્રવાડી રે. વાણીયા વોરા શેરી, ટાવર પાસે, ધીરૂભાઇ માધાભાઇ રાઠોડ રે. જેશીંગપરા શેરી નં. ર, પાર્થ હિંમતલાલ ભાડજેશીંગ પરા પટેલ કોલોની, સન્ની દિજેશહભાઇ સાવલીયા ઓમનગર-ર જેશીંગપરા, પ્રતાપભાઇ મોહનભાઇ સાવલીયા રે. ઓમનગર-ર જેશીંગપરા, ભરતભાઇ શિવશંકરભાઇ પંડયા, રે. પટેલ કોલોની શેરી નં. ર, જેશીંગપરા, સુરેશભાઇ શિવશંકરભાઇ પંડયા રે. પટેલ કોલોની જેશીંગપરા, સંજયભાઇ રમણીકભાઇ રફાળીયા રે. રામપરા શેરી નં. ૩ જેશીંગપરા, ઘનશ્યામભાઇ રવજીભાઇ કાછડીયા, જેશીંગપરા શેરી નં. ૪ પ્રવિણભાઇ બાબુભાઇ માંગરોળીયા રે. જેશીંગપરા શેરી નં. ૩, બચુભાઇ ભગવાનભાઇ ભટ્ટી રે. રંગપુર રોડ, શેરી નં. ૩ મફતીયાપરા, ધીરૂભાઇ રવજીભાઇ પટોળીયા, જેશીંગપરા શેરી નં. ૧, મધુભાઇ શંભુભાઇ સુખડીયા, રે.જેશીંગપરા શેરી નં. ૩ કેશુભાઇ જેરામભાઇ બુટાણી રે. રામપરા શેરી નં. ૩ કુંકાવાવ રોડની ધરપકડ કરી છે

(1:01 pm IST)