Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

પાલીતાણાની ૬ ગાઉની યાત્રા કોરોના સંક્રમણ વધતા મોકુફ

શેઠ કલ્યાણજી આણંદજીની પેઢી દ્વારા નિર્ણય લેવાયો

રાજકોટ,તા.૧૯ : તા.૨૬ માર્ચના રોજ ફાગણ સુદ-૧૩ની ગિરીરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની ૬ ગાઉની યાત્રા કોરોના પ્રસરતા અને સરકારી ગાઇડલાઇનને ધ્યાને રાખી મોકુફ રાખવાનો નિર્ણય શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા લેવાયો છે.

જિન શાસનના ઇતિહાસમાં પહેલીવાર ફાગણ ફેરી યોજાશે નહીં દર ફાગણ સુદ-૧૩ના દિવસે દેશ-વિદેશથી લાખો જૈન-જૈનતરો પાલીતાણા છ ગાઉની જાત્રા કરવા આવતા હોય છે. પણ હાલના મહામારીના સંજોગોમાં યાત્રીકોની સુરક્ષા, સ્વાસ્થ્યને ધ્યાને રાખી પેઢી દ્વારા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે.

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા નિવેદન બહાર પાડી જણાવાયેલ કે યાત્રીકોને છ ગાઉની યાત્રા માટે પ્રવેશ પાસ અપાશે અને પાસની વ્યવસ્થા બંધ રખાશે. પણ કોરોના સંક્રમણ વધતા છ ગાઉની યાત્રા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે.

છ ગાઉની યાત્રા દિર્ધકાળથી યોજાય છે. જય આદેશ્વરના નાદ સાથે ભાવિકો યાત્રા પૂર્ણ કરે છે. પણ આ વખતે પેઢી દ્વારા  યાત્રા મોકુફ રખાય છે અને યાત્રા સંબધીત સગવડતા-વ્યવસ્થા ઉપલબ્ધ થશે નહીં જેથી ભાવિકો આ વર્ષે પુણ્યનું ભાથુ નહીં બાંધી શકે

(12:50 pm IST)