Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

માણાવદર પાલિકાનો સદસ્ય દારૂ સાથે ઝડપાયો?

તેના બદલે બીજાને ફીટ કરી દીધાની ભારે ચર્ચાઃ પ્રજામાં તપાસની માંગ

માણાવદર તા. ૧૯ :.. શહેરમાં ગત રાત્રીનાં પાલિકાનો સદસ્ય દારૂની બોટલ સાથે પકડાયો તો બીજાને ફીટ કરી મામલો રફેદફે કરી દેવાયાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. આ ચર્ચાએ જોર પકડયું છે ત્યારે આ પાલિકા સદસ્ય કોણ ? તેને છોડાવવા કોણે ભૂમિકા ભજવી? શું સદસ્યના બદલે બીજાને ફીટ કરી દેવામાં આવ્યો ? તેવી ચર્ચાઓ થઇ રહી છે.

પહેલા તો દારૂ કયાંથી આવ્યો ? દારૂ ના કેસમાં રાતોરાત આરોપીને જામીન કેવી રીતે મળી ગયા? હકિકતે દેશી દારૂમાં ર૪ કલાક રાખવાનો નીયમ છે.  તો ઇગ્લીશ દારૂમાં તત્કાલ છોડવામાં આવ્યા છે કે કેમ ? આમાં મોબાઇલ લોકેશન સહિત જો તપાસાય તો ઘણું બહાર આવે તેમ હોવાની પ્રજાજનોમાં ચર્ચા થઇ રહી છે.

(11:25 am IST)