Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

બહેન માનેલી મહીલાને પોલીસ જીવિત માનીને શોધતા રહ્યાં :મૃત અવશેષો ચણી દેવાયેલ મકાનના પાયામાંથી મળ્યા: ભુજનો કિસ્સો

ફિલ્મ દ્રશ્યમ જેવું જ દ્રશ્ય સમાન ભુજના રૂકશાનાબેનની હત્યાકાંડનો પડદો ઉંચકાયો

 

ભૂજઃ શહેરમાંથી પોલીસે પોતાની બહેન માનેલી મહિલા જીવિત હોવાનું માનીને જેને શોધતા હતા મહિલાના મૃત અવશેષો ચણી દેવાયેલ મકાનમાં પાયામાંથી મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી જોકે કાનૂનના હાથ લાંબા હોય છે ઉક્તિને સાર્થક કરતા પોલીસે હત્યાકાંડનો બેહદ ઉકેલી લીધો છે

  છેલ્લા નવ મહિના સુધી લાપત્તા એક મહિલાને પોલીસે પોતાની બહેન માની લીધા પછી તપાસ કરી તો જે બહેનને જીવીત હોવાની માન્યતા સાથે શોધતા હતા તેના મૃત અવશેષો એક ચણી દેવાયેલા મકાનના પાયામાંથી મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી 

      ભૂજના અમનનગર ચાર રસ્તા પાસે રહેતી એક મહિલાના લાપતા હોવાના કેસમાં પોલીસે ઘટનાને અંજામ આપનાર તેના પતિ સહિત 6 આરોપીને ઝડપી પાડયા છે. સમગ્ર હત્યાકાંડને રેર ઓફ ધી રેર કેસ હતો  સતત તપાસ અને વિવિધ દિશા નિર્દેશનો ઉપયોગ કરી નવ માસ સુધી પોલીસ, નામદાર હાઈકોર્ટ અને તમામ લોકોને ગુમનામ રસ્તે ચડાવી દેવાયા હતા. અંતેકાનુન કે હાથ લંબે હોતે હૈની ઉકિતને સાર્થક કરીને તમામ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
  
સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો મંગળવારથી 9 જુન 2018ના દિવસે ભૂજના અમનનગર ચાર રસ્તા પાસે રહેતી રૂકશાનાબેન ઈસ્માઈલ માંજોઠી નામની 34 વર્ષિય મહિલા લાપતા હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. કેસને પોલીસે સામાન્ય ગુમનોંધની જેમ લઈ તપાસ આદરી હતી.
   
જેને સામાન્ય ઘટના તરીકે જોવાઈ રહી હતી. જેમાં વળાંક ત્યારે આવ્યો જયારે 18 વર્ષનો લગ્નગાળો અને પુખ્તવયના 3 સંતાનોની માતા રૂકશાનાના ગુમ થવા વિશે રૂકશાનાની માતાએ ભૂજ SPને એક અરજી આપીને પોતાના જમાઈ, તેની બીજી પત્નિ અને અન્ય લોકોએ અપહરણ કરવા અંગે તેમજ હત્યાની આશંકા દર્શાવી હતી. તેમ છતાં પણ પોલીસ તપાસમાં કોઈ કાર્યવાહી થતાં રૂકશાનાની માતાએ ભૂજ કોર્ટમાં અરજી કરી પોતાની પુત્રી રૂકશાનાને કોર્ટમાં હાજર કરાવા માટે સર્ચ વોરંટની માંગણી કરી હતી. જેનો આરોપી પત્નિ ઈસ્માઈલ વિરોધ ગુનો નોંધાવ્યો હતો
     દરમિયાન રૂકશાનાની માતા અને ભાઈએ ભૂજમાં રેલી કાઢી પોલીસ અને કચ્છ કલેક્ટરને રજૂઆતો કરી હતી. સમગ્ર કેસ આગળ વધી રહયો હતો અને ચર્ચાસ્પદ બનવા લાગતા પોલીસ પણ હરકતમાં આવી હતી. અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોતરાઈ હતી. પોલીસે ઈલેકટ્રોનિક સર્વેલન્સ સાથે બાતમીદારોને કામ લગાડી તપાસ આરંભી હતી. પરંતુ મહિનાઓ વીતવા છતાં પોલીસને કોઈ પુરાવા હાથ લાગ્યા હતા. બીજી તરફ સમાજમાં ઉંમરલાયક દિકરીની માતા લાપતા બનવા અંગે ચર્ચાઓ થઇ રહી હતી. જેથી રૂકશાનાનો ભાઈ સતત પોલીસ પાસે મદદની આજીજી કરતો રહેતો હતો. સમય પસાર થતો રહયો અને કેસ અંગેના તપાસનીશ અધિકારીઓ બદલાતા રહયા હતા.
    
વચ્ચે પોલીસે જર, જમીન અને જોરૂ ઉક્તિને ધ્યાને રાખીને તેના પતિ તરફ તપાસ આરંભી હતી. પરંતુ વચ્ચે રૂકશાનાના આઈકાર્ડ સાથે અજમેરમાં તેની હાજરી મળી આવી હતી.બીજીતરફ સંબંધીના પણ ફોન આવતા હતા. જેમાં હું રૂકશાના તરીકે ઓળખ આપીને પોતે સલામત હોવાનું કહેતી હતી. જે મહિલાને પોલીસ શોધી રહી હતી તે ગુમ હતી. સંબંધીઓ સાથે સંપર્કમાં હતી પણ પોલીસને મળતી હતી. બીજી તરફ તેના પતિએ પોલીસ વિરૂદ્ધ યોગ્ય તપાસ હોવાની અરજીઓ કરી પત્રિકાઓ છપાવીને પત્નિને શોધતો હતો. હાઈકોર્ટમાં પણ પોલીસે કામગીરી સામે નારાજગી દર્શાવીને અન્ય એજન્સીને તપાસ સોંપવાની માંગ થઈ હતી.
  
વચ્ચે રૂકશાનાનો ભાઈ પણ પોલીસ સાથે સંપર્કમાં હતો. તેને પણ નવ મહિનાથી બહેનનો કોઈ પત્તો મળતા નિરાશ હતો. અંતે પોલીસે તપાસ આંરભીને કહ્યું હતું કે, હવે લાપતા મહિલા પશ્ચિમ કચ્છના એક પોલીસની બહેન છે અને તેને શોધી કાઢીશું. પરતું ગઈકાલે પોલીસે જયારે એક નવા બની રહેલા મકાનના પાયા ખોદાયા તો તેમાંથી લાપતા બહેનના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા.
   
પોલીસે આજે સમગ્ર કેસનો બહાર પાડયો ત્યારે સ્પષ્ટ થયું કે બોલીવૂડની ફિલ્મ દ્રશ્યમની જેમ આરોપીએ સતત પોલીસને ગુમરાહ કરી અને પોતાની પત્નિની હત્યા કરી લાશને નવા મકાનના પાયામાં દફનાવી દીધી હતી.

    પોલીસે કહયું હતું કે, 18 વર્ષના લગ્નગાળા બાદ આરોપી ઈસ્માઈલ હુસેન માંજોઠીએ જાન્યુઆરી 2018માં મુંબઈની નાજીયા નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. પછી તેની પ્રથમ પત્નિ સાથે ઝઘડો ચાલુ થયો હતો. તેથી આરોપીએ પોતાની માસીના દિકરા ભાઈ જુસબ માંજોઠી સાથે મળી ભૂજ નજીક એક દરગાહ પાસે છરી વડે પોતાન પત્નિની હત્યા કરાવી હતી. પછી મજતદેહને ભૂજના આઈશાપાર્ટ કોલોનીના ખુલ્લા પ્લોટમાં ખાડો કરીને દાટવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ અન્ય આરોપી સાજીદ દાઉદ ખલીફાને મૃતક રૂકશાનાનો મોબાઈલ ફોન આપીને અમદાવાદ રવાના કર્યો હતો. જેથી પોલીસની તપાસમાં લોકેશન અમદાવાનું મળી આવે. પછી આરોપી સાજીદ અને તેની પત્નિ સાયમા સાજીદ ખલીફાને રૂકશાનાના ખોટા આઈડીનો ઉપયોગ કરીને અજમેર ખાતે મોકલી દીધા હતા અને ત્યાંથી પરીવારજનોને ફોન કરાવ્યા હતા.
  
આરોપી ઈસ્માઈલની હત્યાને અંજામ આપ્યા પછી ઓસમાણ કુંભારની મદદથી જ્યાં મૃતદેહ દાટ્યો હતો ત્યાંથી કાઢી આરોપીના હસ્તક સમધંર સીટીમાં મકાનનું કામ ચાલતું હતું તેના પાયામા અવશેષો ફરીથી દાટી દઈ તેના પર કોકિંટ કરી નાખ્યું હતું. અંતે પોલીસને દિશા મળી અને એક પછી એક પુરાવા હાથ લાગ્યા હતા. સોમવારે પોલીસે મકાનના પાયા ખોદીને રૂકશાનાના મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા હતા અને મંગળવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
સમગ્ર મામલે પોલીસની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ પુરી થયા બાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ઉપસ્થિત રૂકશાનના ભાઈ ઈકબાલે પોલીસ ઈન્સપેકટર એમ.બી.ઔસુરાના ખંભા પર માંથુ નાંખીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. માત્ર એટલું કહ્યું હતું કે, મારી બહન તો પરત નહી આવે પણ પોલીસે જે કામ કર્યું તેના થકી તેના ચારિત્ર્યની જે વાતો થતી હતી તે બંધ થશે. પોલીસનો આભાર પણ નહી માનું કારણ કે આભાર માનીશ તો બધું પુરૂ થઈ જશે.

 

(10:52 pm IST)
  • ખોડલધામની મહિલા સમિતિમાં કોઈ વિવાદ નથી : શર્મીલાબેન બાંભણીયાએ તો ૩ મહિના પહેલા જ નિવૃતિ જાહેર કરી દીધી હતી : ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતિમાં વિવાદ થયાના સમાચારો વહેતા થયા છે ત્યારે ખોડલધામ મહિલા સમિતિના જ એક સભ્યએ જણાવેલ કે મહિલા સમિતિમાં કોઈ વિવાદ છે જ નહિં, પ્રમુખ શર્મીલાબેન બાંભણીયાએ તો ૩ મહિના અગાઉ જ સમાધાન પંચમાં નિવૃતિ જાહેર કરી દીધી હતી આમ છતાં તેઓ હાલમાં પણ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલા છે. તાજેતરમાં ખોડલધામની નવી કન્વીનરની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આમ મહિલા સમિતિમાં કોઇ જ વિવાદ ન હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. access_time 3:23 pm IST

  • જામનગર સીટી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં નાસતો ફરતો ફિરોઝ ઉર્ફે ફિરીયો ગફાર ઝડપાયો : પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઈ શિવાય બારોટ અને ઈન્ચાર્જ આર.બી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ કોડીયાતર તથા લઘધીરસિંહ જાડેજાએ પેટ્રોલીંગ દરમિયાન સંતોષી માના મંદિર પાસેથી ફિરોઝને ઝડપી લીધો access_time 6:04 pm IST

  • જોડીયાના બાદનપરની ઉંડ નદીમાંથી રેતી ચોરી કરતાં ૧૭ વાહનોને ઝડપી લેતી જામનગર ગ્રામ્ય પોલીસ : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા પોલીસ અધિક્ષક શરદસિંઘલ (જામનગર), સંદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.સી.ગોહીલ, વી.કે.ગોહીલ સહિતનાઓએ અલગ અલગ ટીમો બનાવી જોડીયા અને બાદનપર નદીકાંઠા વિસ્તારમાં કોમ્બીંગ કરી ૧૪ ડમ્પરો અને ૨ ટેકટરો તથા ૧ જેસીબી મશીન સહિત કુલ ૧૭ વાહનોને જપ્તીમાં લઈ ખાણ ખનીજ વિભાગ જામનગરને સોંપી રેતી ચોરી સબબ કાર્યવાહી હાથ ધરી access_time 6:04 pm IST