Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ગોસા(ઘેડ)પંથકમાં બીએસએનઅલ ઇન્ટરનેટ સેવા કાર્યરત નહીં છતાં ૭૬૯૯નું બીલ ફટકાર્યુ

ગોસા(ઘેડ), તા.૧૯: ભારત ચાસાર નિગમ અંતર્ગત ભારત બોડબેન્ડ નેટવર્ક લી. તરફથી પોરબંદર તાલુકાના ગોસા(ઘેડ)ગામેગ્રામ પંચાયત કચેરીમાં ઓ.એન.ટી. અને એફ.ટી.બી. ફીટ કરીને બી.બી.જી.- કોમ્બો યુએડી ૫૯૯૪ બીબીએનએલનું ટેરીફ પ્લાન અન્વયે ઇન્ટનેટની સુવિધા આપવામાં આવી છે પરંતુ આ સુવિધા ચાલુ કર્યા પછી માત્ર એક દિવસ પણ કાર્યરતન રહેતા હાલ લાખો રૂપિયાના ખર્ચે ગ્રામ પંચાયતોમાં નાખવામાં આવેલ બોન્ડબેન્ડની સુવિધા શોભાની નજરે પડે છે. બીલ માત્ર ૧૩ દિવસનું ચાર્જીસ સાથેનું ૭૬૯૯ રૂાનું બીએસએન એલ..એ ફટકારતા આશ્ચર્ય થયેલ છે.

રાજય સરકારે ગ્રામ પંચાયતોની સંસ્થાઓમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધયમથી સરળ સુવિધા મળે તે માટે વર્ષ ૨૦૦૭-૮થી ઇ-ગ્રામ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર અને તેને આનુસંગિક સાધન સામગ્રી, જરૂરી સોફટવેર સ્પિડ સાથે બ્રોડ બેન્ડ ઇ-કનેકટીવીટી પૂરી પાડવામાં આવી છે. ત્યારે ગ્રામ પંચાયતોમાં કાર્યરત બ્રોડ બેન્ડ કનેકટીવીટી ન મળવાની અનેક ફરિયાદો ઉઠતાં તે નિવારવા અને અદ્યતન, સુવ્યવસ્થિત અને ઝડપી સારી નેટની સુવિધા પુરી પાડવા માટે બીબીએનએલ અન્વયે અમદાવાદ સ્થિત તેજશ નેટવર્ક નામની ખાનગી કંપનીને કોન્ટ્રકટ આપવામાં આવેલ. તેઓને ગામડાંઓ ગ્રામ પંચાયત સુધી ઓપ્ટીકલ ફાઇબર અંડર ગ્રાઉન્ડ કેબલ નાખી અને જે તે ગ્રામ પંચાયતોમાં તેનું કનેકશન આપી. રાઉટર ફીટ કરીને સોંપી આવપાનું હતું. જે કામગીરી તેઓએ પૂર્ણ કરી આપેલ. જયારે ઇન્ટનેટ પ્રોવાઇટ કરવાનું ને યુઝર આઇ ડી અને કોડ આપવાનું કામ બીએસએનએલ સતાવાળાઓનું હોય છે. ત્યારે બી.એસ.એન.એલના સતાવાળાઓનું હોય છે. ત્યારે બી.એસ.એન.એલ.ના સતાવાળાઓએ યુઝર આઇડીને કોડ પણ આપી દીધેલા છે. પરંતુ ગોસા(ઘેડ) સહિતના ગામોમમાં લાખોના ખર્ચે ફીટ કરાયેલા આ નેટના ઉપકરણો ગમે તે કારણોસર કામ ન આપતાં હોય અત્યારે ગોસા (ઘેડ)સહિતના ગામે હાલ નાખવામાં આવેલ ભારત સંચાર નિગમ લી.બોડબેન્ડ નેટવર્ક કામ ન આપતાં અને બંધ હાલતમાં રહેતાં ગોસા(ઘેડ)ના સામાજિક કાર્યકર વિરમભાઇ આગઠે પોરબંદર જે.ટી.ઓ. કવીથ સરને ટેલિફોનથી રજુઆત કરતાં તેઓએ આ બોડબેન્ડ નેટકનેકટીવીટીની કામગીરીને જવાબદારી પ્રાઇવેટ કંપનીનાની હોય તેથી તેના ઇજનેર ગોસા(ઘેડ)ગામેની નેટ કનેકટીવીટી ન મળતી હોવાની જાણ કરવા છતાં જવાબદાર તેજશ કંપનનીના ઇજનેર બેદરકારીના પરિણામે ગામે ફરકયા ન હોય અને બંધ હાલતમાં હોવાથી પ્રાઇવેટ નેટનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.(૨૨.૪)

(11:42 am IST)