Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

બોગસ દસ્તાવેજના આધારે બેન્ક લોન લેનાર સંદીપ વૈષ્ણવને પાંચ વર્ષની સજા ફટકારતી માંડવી કોર્ટ

 

ભુજ :બેન્ક સાથે છેતરપિંડી કરીને બોગસ દાસત્વરેજોના આધારે બેન્ક લોન લેનાર મૂળ ભુજના અને હાલમાં અમદાવાદ રહેતા સંદીપ કૃશકાન્ત વૈષ્ણ્વને માંડવી કોર્ટે 5 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે

  માંડવી પોલીસ સ્ટેશનમાં મેનેજર અલલીત કોટકે ફરિયાદ નોંધાવેલ હતી કે સંદીપ કૃષ્ણકાંત વૈષ્ણવે પંજાબ નેશનલ બેન્કની શાખામાંથી બોગસ દસ્તાવેજો રજૂ કરીને લોન લીધી હતી ખેડૂત હોવા છતાં ખેડૂત તરીકેના દસ્તાવેજ રજૂ કરીને માંડવીના બિદડા ગામની ખેતીની જમીન સર્વે ,943/પી-91, 128.1,269/પી-2,298.સી-24ને પંજાબ નેશનલ બેન્કમાંથી 3 લાખની લોન લીધી હતી માંડવી કોર્ટમાં અંગે ચાલેલા એક્સમાં એડિશનલ ચીફ જ્યુડીશીલ મેજિસ્ટ્રેટ એન,જી, પરમારે 14 સાક્ષીઓ અને 76 દસ્તાવેજી પુરાવા તપાસીને સજા ફટકારતો હુકમ કરેલ છે કેસમાં સરકાર તરફે એપીપી નવીન જોશીએ દલીલો કરી હતી

(12:23 am IST)