Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વઢવાણના સતવારા સમાજની સગર્ભા મહિલા સહિત પરિવારને પોલીસે માર માર્યો?

 વઢવાણ તા. ૧૯ :.. વઢવાણમાં પોલીસે અત્યાચાર કરતા ભારે ચર્ચા જાગી છે. વઢવાણના સતવારા સમાજના પરિવારજનોને માર માર્યો હોવાના આક્ષેપો સાથે એકજ પરિવારના મહિલા સહિત ૪ વ્યકિતઓ સી. યુ. શાહ મેડીકલ કોલેજ ટી. બી. દવાખાને સારવાર માટે દાખલ થયા છે.

જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ ના માળોદ પાસેના ફાટક પાસે ડમ્પરમાં પંચર પડતા ટાયર બદલતા હતા ત્યારે રસ્તા ઉપર રહેલ ડમ્પર અંગેની માથાકુટ પોલીસે આવી અને કરેલ હોવાનું જાણવા મળ્યું છે.

ડમ્પરમાં રહેલ સતવારા સમાજની એક ગર્ભવતી મહિલા અને ત્રણ વ્યકિતઓ એજ પરીવારના મળી અને પોલીસના માણસો દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે મામલો ગરમાયો છે અને પોલીસ તંત્રમાં ફરીયાદ કરવા તજવીજ હાથ ધરાઇ રહી છે.

આ બનાવની જાણ થતા સતવારા સમાજના આગેવાનો કાર્યકરો દોડી આવ્યા હતાં.

(2:40 pm IST)